નાસિકઃ મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી ટાટા કંસલ્ટન્સી સર્વિસમાં ધર્માંતરણના કેસને લઈ નિદાખાનની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એમના પર ગંભીર આરોપ લાગ્યા છે પોલીસ દરેક વિષયની ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાલ આ કેસ કોર્ટમાં છે અને પોલીસ અન્ય કેટલાક પાસાઓ પર તપાસ કરી રહી છે. એવામાં નિદા ખાનની ધરપકડ થતા અનેક એવા મુદ્દાઓની સ્પષ્ટતા થાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. નિદા ખાન પર ઓફિસમાં સાથે રહેલા કર્મચારીઓ પર અત્યાચાર અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
આરોપ અંગે સ્પષ્ટતા થશે
એક એવી પણ ફરિયાદ હતી કે, તે હિન્દી દેવી-દેવતાઓ પર અશ્લીલ વાતો પણ કરતી હતી. એમની પૂજા કરવા પર મનાઈ કરી રહી હતી.આ અંગે કેટલાક સાથી કર્મીચારીઓએ પણ આરોપ મૂક્યા હતા. આ ઉપરાંત તે ધાર્મિક દબાણમાં આવીને ધર્માંતરણ પણ કરાવતી હતી, જોકે નાસિક પોલીસ તરફથી આ કેસ સાથે જોડાયેલ FIRની કેટલીક વિગતને સંપૂર્ણ રીતે સાર્વજનિક કરવામાં આવી નથી, પણ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર નિદા ખાન સામે FIR સંખ્યા 154/2026 માં કેસ નોંધાયો છે. 25 માર્ચના રોજ નાસિકના દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે. અન્ય આઠ FIR મહારાષ્ટ્રના અન્ય શહેરના જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવ્યાના 25 દિવસ બાદ એમની ધરપકડ કરવામાં આવી છે.
Nida Khan remanded in judicial custody till May 24 in TCS sexual harassment-forced conversion case.
— Megh Updates (@MeghUpdates) May 12, 2026
Her digital footprints are being analysed. It has come out that she sent over 170 Islamic links to the Hindu woman whom she wanted to convert!
A 50-page report by National… pic.twitter.com/c0pMIcObpW
પોલીસ પૂછપરછ કરશે
ભારતીય ન્યાય સંહિતના સેક્શન 75 (શારીરિક-માનસિક અત્યાચાર, અશ્લીલ સામગ્રી અને યૌન સંબંધ ટીપ્પણી), ભારતીય ન્યાય સંહિતા સેક્શન 78/79 (મહિલાની ગરીમા અને અત્ચાર, સુરક્ષા વિરૂદ્ધનું કૃત્ય,મહિલાની મર્યાદાને ઠેસ પહોંચાડવી) ભારતીય ન્યાય સંહિતા 299 (ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવી), ભારતીય ન્યાય સંહિતા 68(એ) (અધિકારનો ખોટો ઉપયોગ) કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે હજુ સુધી ખાસ કોઈ સ્પષ્ટતા કરી નથી. પોલીસ પૂછપરછમાંથી અન્ય કેટલીક વિગતો પણ સામે આવી શકે છે. આ વિષયને સંબંધિત પોલીસ કઈ દિશામાં તપાસ કરશે અને ક્યા વિષય પર પૂછપરછ કરશે એના પરથી હકીકત સ્પષ્ટ થશે.
આશરો આપનાર ઘર પર બુલ્ડોઝર ફર્યું
મહારાષ્ટ્રના નાસિકમાં TCS કર્મચારી સાથે જાતીય સતામણી અને ધર્મ પરિવર્તનનો એક કથિત મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ બાદ,પોલીસે મદદ કરનારાઓ પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. આ સંદર્ભમાં, AIMIM કોર્પોરેટર અબ્દુલ મતીન પટેલનું નામ સામે આવ્યા પછી, મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી.પોલીસે મતીન પટેલની પણ પૂછપરછ કરી હતી. બીજી તરફ નગર નિગમના અધિકારીઓએ કહ્યું હતું કે, મતીનનું ઘર નિયમોની વિરૂદ્ધમાં હતુ.ત્રણ દિવસ પહેલા નોટીસ ફટકારવામાં આવી હતી.