Wed May 13 2026

Logo

'રાજા શિવાજી'ફિલ્મથી રિતેશ દેશમુખે બનાવ્યો મોટો રેકોર્ડ, નવા બાળ કલાકારની એન્ટ્રીની ચર્ચા

2026-05-13 20:32:29
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ રિતેશ દેશમુખની ફિલ્મ 'રાજા શિવાજી'એ 12 દિવસની અંદર જ દમદાર કમાણી કરી લીધી છે. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી અને સફળ ફિલ્મ બની છે. માત્ર મરાઠી જ નહીં સમગ્ર દેશના દર્શકોને શિવાજી મહારાજના જીવન કિસ્સા પર આધારિત ફિલ્મ પસંદ પડી રહી છે. આ ફિલ્મના માધ્યમથી રિતેશ દેશમુખે એક રેકોર્ડ બનાવી દીધો છે. આ ફિલ્મનું બજેટ 75 કરોડનું હતું આ ફિલ્મે માત્ર 12 દિવસમાં 86.65 કરોડનું ક્લેક્શન કર્યું છે. 

નેટક્લેક્શન પણ વધ્યું

જ્યારે આ ફિલ્મના નેટ ક્લેક્શનની વાત કરવામાં આવે તો 73.15 કરોડનું નેટ ક્લેક્શન થયું છે.આ ફિલ્મ હજુ સિનેમાઘરમાં ચાલી રહી છે અને પ્લસમાં કમાણી કરી રહી છે. 'રાજા શિવાજી' ફિલ્મ સાથે રિતેશ દેશમુખે સતત ચોથી સફળ મરાઠી ફિલ્મ કરી છે. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રિતેશનું સ્થાન અને કામ દમદાર થઈ રહ્યું છે. મરાઠી દર્શકો પણ રિતેશને પસંદ કરી રહ્યા છે.

'માઉલી', 'લાલ બ્હારી', 'વેડ' ફિલ્મ સફળ રહી હતી. ફિલ્મના ડાયરેક્ટર તરીકે 'રાજા શિવાજી' એમની બીજી સૌથી મોટી અને સફળ ફિલ્મ છે. આ પહેલા વર્ષે 2022માં આવેલી ફિલ્મ 'વેડ'માં પણ રિતેશ એક ડાયરેક્ટર તરીકે રહ્યો હતો. આ ફિલ્મમાં જિનેલિયા લીડ રોલમાં હતી આ ફિલ્મ પણ મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ સફળ રહી હતી. 

રિતેશના પુત્રની ફિલ્મોમાં એન્ટ્રી

'રાજા શિવાજી' ફિલ્મે પહેલા જ દિવસે 11 કરોડની કમાણી કરી હતી. એક અઠવાડિયામાં 52.65 કરોડ કમાણી કરી હતી. આ ફિલ્મમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન જેવી મોટી સ્ટારકાસ્ટ છે. આ ફિલ્મથી રિતેશના પુત્રએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મની તૈયારી ઘણા સમયથી ચાલી રહી હતી.

આ ફિલ્મ બાદ રિતેશ ફરી કોઈ હિન્દી ફિલ્મમાં કોઈ મોટો પ્રોજેક્ટ સાઈન કરી શકે છે. બીજી તરફ વાવડ એવા પણ છે કે, જિનેલિયા પણ હિન્દી ફિલ્મનો કોઈ પ્રોજેક્ટ સાઈન કરી શકે છે. વિષય અને સ્ક્રિપ્ટ બરોબર રહી તો ફરી જિનેલિયાનો નવો અવતાર ફિલ્મમાં જોવા મળી શકે છે.