Mon Aug 24 2026

Logo

અમેરિકન રાજદૂતે કાશ્મીરને 'ભારતનો મહત્વનો હિસ્સો ગણાવ્યો': પાકિસ્તાનની મેલી મુરાદો પર ફરી વળ્યું પાણી...

2026-08-19 19:29:53
Author: Mumbai Samachar Team
Article Image

અબ્દુલ્લા સાથેની બેઠક અને ટ્રાવેલ એડવાઈઝરી અંગેના સંકેતોથી પાકિસ્તાનને ઝટકો લાગ્યો

શ્રીનગરઃ પહલગામમાં નિર્દોષ ભારતીયો પર આતંકવાદી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધીના ઘટનાક્રમમાં પાકિસ્તાનની પડદા પાછળની ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં છાશવારે કાશ્મીરનો આલાપ વૈશ્વિકમંચ પર આલાપ્યા કરે છે, પરંતુ આ વખતે અમેરિકન રાજદૂતે કાશ્મીરની મુલાકાતમાં જમ્મુ કાશ્મીરને ભારતનો મહત્ત્વનો હિસ્સો ગણાવીને પાકિસ્તાનની મેલી મુરાદોને જડબાતોડ જવાબ મળ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં પહોંચેલા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે ઓમર અબ્દુલ્લાની પણ ખાસ મુલાકાત કરી હતી. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે કહ્યું હતું કે, અમેરિકા સમયાંતરે પોતાની યાત્રાની સમીક્ષા કરે છે. અમે આજે કોઈ એવો મોટો પ્લાન નથી કરી રહ્યા, પણ જમ્મુ કાશ્મીર ભારતનો એક મહત્ત્વનો ભાગ ગણાવ્યો હતો. જોકે, આ વાતથી પાકિસ્તાનને પેટમાં દુખ્યું છે. 

સમય સાથે મુદ્દો ઉકેલાશે
ભારત સરકારે જમ્મુ કાશ્મીરને સુરક્ષિત બનાવવાની દિશામાં પરિણામલક્ષી પગલાં ભર્યા છે. આ વાતની નોંધ અમેરિકાએ લીધી છે. એટલા માટે જ અમેરિકા એ ધ્યાને લેશે કે, એમના તરફથી યાત્રાને લઈને જે ચેતવણી આપવામાં આવે છે તેને ઓછી કરવામાં ન આવે. ગોરે જમ્મુ કાશ્મીરના કુદરતી સુંદરતાના પણ ભારોભાર વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું કે, આ એક એટલો સુંદર વિસ્તાર છે કે ન પૂછો વાત. 

અમેરિકી નાગરિકો અહીંયા આવીને આ સુંદરતા, આ પ્રાકૃતિક નજારો તથા અહીંયા રહેલા કેટલાક અવસરને જોવાનું ખાસ પસંદ કરશે. અમેરિકન રાજદૂત સાથેની મુલકાત બાદ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આ એક ખૂબ સારી અને મહત્ત્વની બેઠક રહી છે. બન્ને દેશના સંબંધો પર વિસ્તારથી ચર્ચા થઈ છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે, અમેરિકા-જમ્મુ કાશ્મીર માટે શું કરી શકે છે. કેટલાક એવા જૂના મુદ્દાઓ છે, જેને સમય સાથે ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વાતચીત યથાવત રહે એવી મને આશા છે. 

પાકિસ્તાનના પેટમાં કેમ તેલ રેડાયું?
મુખ્યમંત્રી એ એવી પણ સ્પષ્ટતા કરી કે, આ મહત્ત્વની બેઠક પછી ગોર અને અમેરિકા વચ્ચે સંવાદ થઈ શકે છે. તેઓ ખુદ ભારત સરકાર સાથે વાતચીત કરવા માટે દિલ્હીમાં આ વાતને આગળ વધારશે.મને આશા છે કે, આવનારા વર્ષોમાં અમેરિકા અને જમ્મુ કાશ્મીર વચ્ચે સંપર્ક સહયોગ વધશે, આ સંબંધ વધાર શ્રેષ્ઠ અને મજબૂત પણ બનશે. પાડોશી દેશ પાકિસ્તાન ઘણા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મંચ પર જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને કેટલીક સ્થિતિઓને લઈને અને માનવાધિકારને લઈને ભારતની વિરુદ્ધમાં નરાકારત્મક માહોલ બનાવવા માટે પ્રયાસ કરે છે. 

અમેરિકા તરફથી સુરક્ષા માહોલમાં સુધારો થયો છે એ વાતને સ્વકૃતી મળી છે. આ ટ્રાવેલ એડવાઈઝરી માટેના સંકેત છે. જે પાકિસ્તાનના પૂર્વ આયોજિત કેટલાક પ્લાનને ફગાવે છે. જ્યારે અમેરિકા જેવા કદાવર દેશે જમ્મુ કાશ્મીરને સુરક્ષિત, સ્થિર અને પર્યટન માટે અનુકળ માન્યું છે આનાથી ભારતના વલણને વૈશ્વિક સ્તરે મહોર લાગી છે. આનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે