ભુવનેશ્વરમાં વર્લ્ડ એથલેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર સિલ્વર મીટમાં ભારતના રોહિત યાદવે શાનદાર પ્રદર્શન કરતા પુરુષોના જેવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. 24 વર્ષના રોહિતે 87.68 મીટરનો થ્રો કર્યો, જે તેમના કેરિયરનું બેસ્ટ પ્રદર્શન હતુ, રોહિત ઉપરાંત ભારતીય ખેલાડી યશવીર સિંહે પણ પ્રભાવિત કર્યા અને 82.94 મીટરના થ્રોની સાથે બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. તો બીજી તરફ અર્શદીપ સિંહ 78.82 મીટરના બેસ્ટ થ્રોની સાથે ચોથા સ્થાને રહ્યા.
રોહિતનું શાનદાર પ્રદર્શન ભારતીય એથલેટિક્સ માટે એક મોટી ઉપલબ્ધિ છે. ખાસ કરીને એ રમતમાં જેને તાજેતરના વર્ષોમાં ઘણી લોકપ્રિયતા મળી છે. તેમનો પર્સનલ બેસ્ટ થ્રો તેમની સતત થઇ રહેલી પ્રગતિને દર્શાવે છે અને પુરુષોના જેવલિન ઇવેન્ટમાં નીરજ ચોપરા બાદ ભારતની મજબૂતીને વધારે વધારે છે.
અત્યાર સુધીનો ભારતનો બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો, ફક્ત નીરજ ચોપરાથી પાછળ
રોહિતે તેના છેલ્લા અને નિર્ણાયક પ્રયાસમાં 87.68 મીટરનો અત્યાર સુધીનો પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો કરીને ભારતનો ઓલ-ટાઇમ બીજો સર્વશ્રેષ્ઠ થ્રોઅર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આમ કરીને રોહિતે કિશોર જેનાના 87.54 મીટરના રેકોર્ડને પાછળ રાખીને ભારતની ઓલ-ટાઇમ યાદીમાં બીજું સ્થાન મેળવી લીધું છે. ઉલ્લેખનીય છે કે, કિશોર જેનાએ એશિયન ગેમ્સની ફાઇનલમાં 87.54 મીટરનો થ્રો કર્યો હતો.
ભારતને મળ્યો નવો જેવલિન સ્ટાર
ભારતીય જેવલિન થ્રોઅર રોહિત યાદવે ભુવનેશ્વરમાં વર્લ્ડ એથ્લેટિક્સ કૉન્ટિનેન્ટલ ટૂર સિલ્વર મીટમાં શાનદાર પ્રદર્શન કરીને મોટા મંચ પર પોતાની ઓળખ બનાવી છે. 24 વર્ષના આ ખેલાડીએ 87.68 મીટરના પોતાના કરિયરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જે તેમના કરિયરનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ શાનદાર પ્રદર્શને રોહિતને અત્યાર સુધીનો બીજો સૌથી સારો ભારતીય જેવલિન થ્રોઅર બનાવી દીધો છે, તેમનાથી આગળ ફક્ત ઑલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા છે, જેમનો નેશનલ રેકોર્ડ 90.23 મીટર છે.