Tue Oct 06 2026

Logo

CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સમાચારપત્રના અહેવાલ અંગે કોર્ટે શું કહ્યું?

2026-10-05 14:15:00
Author: Vimal Prajapati
CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સમાચારપત્રના અહેવાલ અંગે કોર્ટે શું કહ્યું?

નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે વિપક્ષ દ્વારા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરની રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. આ કેસમાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનેશ કુમાર પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોર્ટ માત્ર કોઈ સમાચારપત્રના અહેવાલ પર કોઈ આદેશ નહીં આપે! કોર્ટ આ મામલે પહેલા ચૂંટણી પંચ પાસે જવબા માંગશે કે શું જ્ઞાનેશ કુમાર એકલા તે શક્તિઓનો ઉપયોગ કરી શકે છે?  જે બંધારણ હેઠળ સમગ્ર બહુ-સભ્ય ચૂંટણી પેનલને પ્રદાન કરવામાં આવ્યા છે.

સમાચારપત્રના અહેવાલના આધારે આદેશ આપવાનો ઇન્કાર

મહત્વપૂર્ણ વાત એ છે કે, કોર્ટે સમાચારપત્રના અહેવાલને આધાર માનીને આદેશ આપવાની ના પાડી દીધી ચે. આ સાથે આ મામલે ચૂંટણી પંચ પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જેથી કોર્ટે જવાબ માટે ચૂંટણી પંચને નોટિસ પણ આપી દીધી છે. જેથી તે પહેલા સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરવાનો ઇનકાર કર્યો છે. 

આ કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ આપી

અત્રે નોંધનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર પર આરોપ છે કે તેમને બાકીના બે અન્ય ચૂંટણી કમિશનરની સહમતી વિના જ એક તરફી નિર્ણયો લીધા હતાં. જેથી આ મામલે અરજીમાં જે આરોપ લગાવાવમાં આવ્યાં છે તે મામટે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ આપીને જવાબ આપવા માટે આદેશ આપ્યો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો ભારતના ચૂંટણી પંચના જવાબમાં એવું લાગશે કે જો જ્ઞાનેશ કુમાર દ્વારા અન્ય ચૂંટણી કમિશનરની સહમતી વિના નિર્ણયો લીધા હતા તો આ કેસમાં કોર્ટ ફરી વિચાર કરશે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો નોટિસ મળ્યા બાદ તેઓ આગળ આવે અને સાબિત કરે કે, નિર્ણયો સર્વસંમતિ વિના લેવામાં આવ્યા હતા, તો અમે તે નિર્ણયો પાછા ખેંચી લઈશું. પરંતુ ત્યારે માત્ર સમાચારપત્રના અહેવાલ પર જ કોઈ આદેશ આપી શકાય નહીં તેવું કોર્ટે કહ્યું છે. હવે એ જોવાનું રહેશે કે, આ મામલે જે નોટિસ આપવામાં આવી તેમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા કેવો જવાબ આપવામાં આવે છે?