Mon Oct 05 2026

Logo

યુદ્ધને લીધે એફ-વન રેસ બાહરીનને બદલે મલેશિયામાં, વરસાદના વિઘ્નો વચ્ચે વર્સ્ટેપ્પન વિજયી

Sepang   2026-10-04 19:08:09
Author: Ajay Motiwala
યુદ્ધને લીધે એફ-વન રેસ બાહરીનને બદલે મલેશિયામાં, વરસાદના વિઘ્નો વચ્ચે વર્સ્ટેપ્પન વિજયી

AFP


સેપાન્ગ (મલયેશિયા): રવિવારે `ફૉર્મ્યુલા-વનની બાહરીન ગ્રાં પ્રિ' નામની જે કાર-રેસ બાહરીન (Bahrain)માં યોજાવાની હતી એ અમેરિકા અને ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે છેલ્લી ઘડીએ મલયેશિયાના સેપાન્ગમાં રાખવામાં આવી હતી અને એ રેસ નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમનું સંયુક્ત નાગરિકત્વ ધરાવતા મૅક્સ વર્સ્ટેપ્પને વરસાદના વિઘ્નો વચ્ચે ભારે સંઘર્ષ અને સ્પર્ધા બાદ જીતી લીધી હતી.

રેડ બુલની ટીમના રેસિંગ ડ્રાઇવર વર્સ્ટેપ્પને વરસાદ ઉપરાંત સૉફ્ટવેરને લગતી સમસ્યાને કારણે 90 મિનિટ મોડી શરૂ થયેલી આ F1 રેસ એક કલાક, 47 મિનિટ અને 14.808 સેકન્ડમાં જીતી લીધી હતી. તેની સાથે તીવ્ર હરીફાઈ કરી રહેલો મર્સિડીઝ ટીમનો જ્યોર્જ રસેલ પાવર યુનિટની સમસ્યાને કારણે અધવચ્ચે જ રેસની બહાર થઈ ગયો હતો, પણ એ જ ટીમના કિમી ઍન્ટોનેલીએ વર્સ્ટેપ્પનને સંઘર્ષ કરાવ્યો હતો.

છેવટે ચાર વખત ચૅમ્પિયન બનેલો વર્સ્ટેપ્પન 2026ની વર્તમાન સીઝનમાં પહેલી વખત રેસ જીત્યો હતો. ઇટલીના ઍન્ટોનેલીએ એ જ રેસ પૂરી કરવા માટે વધુ 2.307 સેકન્ડનો સમય લીધો હતો. ફેરારી-ટીમનો બ્રિટિશ રેસિંગ-ડ્રાઇવર લુઇસ હૅમિલ્ટન રેસને અંતે વર્સ્ટેપ્પન કરતાં વધુ 4.919 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી એટલે ત્રીજા સ્થાને રહ્યો હતો.

2016થી દર વર્ષે એક કે વધુ રેસ જીત્યો છે

વર્સ્ટેપ્પન 2016થી માંડીને 2026 સુધીમાં દર વર્ષે એક કે એક કરતાં વધુ રેસ જીત્યો છેઃ 2016માં એક, 2017માં બે, 2018માં બે, 2019માં ત્રણ, 2020માં બે, 2021માં 10, 2022માં 15, 2023માં 19, 2024માં નવ, 2025માં આઠ અને 2026માં સાત.