Mon Oct 05 2026

Logo

સંજય દત્તે દેશવાસીઓ અંગે કરી ચોંકાવનારી ટિપ્પણી, કહ્યું અહીં શાંતિ અનુભવાતી નથી...

2026-10-04 22:43:37
Author: Mumbai Samachar Team
સંજય દત્તે દેશવાસીઓ અંગે કરી ચોંકાવનારી ટિપ્પણી, કહ્યું અહીં શાંતિ અનુભવાતી નથી...

Shekhar Suman's Tonite Show


મુંબઈઃ બોલીવુડના મુન્નાભાઈ સંજય દત્ત એ એવા કલાકારોમાંથી એક છે, જે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. સંજુબાબાનું જીવન પણ કોઈ રિયલમાં ફિલ્મ સ્ટોરીથી કમ નથી. પોતાના કેરિયરમાં અનેક એવા ઊતારચડાવ વચ્ચે તેણે પોતાની એક્ટિંગ ટેલેન્ટને ટકાવી રાખી છે. સંજુબાબા અવારનવાર પોતાના બેબાક નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. પણ પોતાના ફેન્સ અને પોતાના ફોલોઅર્સને તેઓ ક્યારેય નિરાશ કરતા નથી. તેઓ દરેક મુદ્દાને એક અલગ વિચારથી રજૂ કરી દે છે. હવે બાબાએ એવું કંઈક કહ્યું છે કે જેની ચર્ચા માત્ર બોલીવુડમાં જ નહીં પણ સમગ્ર દેશમાં થઈ રહી છે. 

આવું હંમેશા થતું રહેવું જોઈએ
આ વિષય સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચાય રહ્યો છે. સંજય દત્તે કહ્યું હતું કે, હવે ભારતમાં શાંતિ મેહસૂસ થતી નથી. શેખર સુમન સાથેના એક શૉમાં ગાંધી જયંતિના એક ખાસ એપોસિડના શૂટિંગ વખતે મુન્નાભાઈના અંદાજમાં એક્ટરે કહ્યું કે, આપણા દેશના કેટલાક લોકો ખૂબ જ પ્રેમાળ છે અહીંયા ખરેખર શાંતિ થવી જોઈએ. પણ મને હવે આપણા દેશમાં ખાસ કોઈ શાંતિ અનુભવાતી નથી.

આપણા ભારતીય દિલદાર અને મહેમાન નવાઝીને પોંખનારા લોકો છીએ. આપણે ઘણું બધુ દેશ-દુનિયાને આપ્યું છે. હંમેશાં આવું યથાવત્ રહેવું પણ જોઈએ. એમાં કંઈ ખોટું નથી. હું તો ભગવાન શિવજીને પ્રાર્થના કરૂ છે કે, આવા દિવસો ઝડપથી પાછા આવે. પાંચ મિનિટ માટે વડા પ્રધાન બનાવી દેવામાં આવે તો શું કરશે? એના જવાબમાં સંજુબાબાએ કહ્યું હતું કે, દેશમાં કંઈક તો થઈ રહ્યું છે. મારા પ્રેમાળ દેશવાસીઓ હું આજે તમારો વડા પ્રધાન બની ખુશ છું. આવું થાય ત્યારે શરીરમાં એક અલગ પ્રકારની એનર્જી દોડવા લાગે છે. આટલો મોટો દેશ છે, કરોડો દેશવાસીઓ છે. આની સામે આપણી પણ એક જવાબદારી તો છે જ. આ વાત તેમણે પોતાના એક મસ્તીભર્યા અને મજાકિયા અંદાજમાં કહી હતી. 

લોકો વચ્ચે રહેવાની પણ મજા છે
પોતાના મસ્તીભર્યા અંદાજને આગળ વધારતા એક્ટરે કહ્યું કે, વિદેશ યાત્રા કરવાના બદલે હું તો લોકો વચ્ચે રહેવા માગુ છું. હું આ ખુશીને સેલિબ્રેટ કરવા માટે વિદેશ જવાનો નથી. અહીંયા તમારી વચ્ચે જ રહેવાનો છું. ગાંધીજીના ત્રણ વાનર પર વાત કરતા સંજુએ કહ્યું કે, ખરેખર આ વિચાર ખૂબ મોટો છે પણ હવે તેને અપડેટ કરવાની પણ જરૂર છે. હું ગાંધીજીને ખૂબ માનું છું, આ વાનરની વાર્તા પણ દુનિયાને ખબર છે. પણ આજે આ વાનરની લાઈનમાં ચોથા એક વાનરની પણ જરૂર છે. બુરા દેખેગા તો ઠીક કૌન કરેગા? ત્રણેય બંદર આંખ, કાન, અને મો બંધ કરીને બેસી જશે તો દેશ કેવી રીતે ચાલશે? 

ટ્રમ્પ પર પોતાના મજાકીય અંદાજમાં ટોણો મારતા કહ્યું કે, ટ્રમ્પ મામુ પૂરી દુનિયા કો ફ્રેમ સે બાહર કરને લગે હૈ. શાંતિ પ્રસરાવો અને પ્રેમ વહેચો. અને પ્રેમ તો ગાંધીગીરીથી પણ આવે છે.  ટ્રમ્પ મામુ તમે થોડી ગાંધીગીરી પણ શીખી લો, કામ આવશે.