Sun Oct 04 2026

Logo

મથકો પાછળ મિડિયમ ગ્રેડમાં સુધારો

2026-10-03 20:34:26
Author: Ramesh Gohil
મથકો પાછળ મિડિયમ ગ્રેડમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈઃ ઉત્તર પ્રદેશનાં મથકો પર ખાંડનાં ટેન્ડરોમાં મક્કમથી સુધારાતરફી વલણ અને મહારાષ્ટ્રનાં મથકો પર ભાવમાં સાંકડી વધઘટ જોવા મળી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે હાજરમાં ખાસ કરીને સ્મોલ ગ્રેડ ની ખાંડમાં મિશ્ર વલણ રહેતાં ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો ઘટાડો અને ઉપલા મથાળેથી રૂ. 10નો સુધારો આવતા મિશ્ર વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડ ની ખાંડમાં મથકો પાછળ ભાવમાં ક્વિન્ટલે રૂ. 28થી 40 વધી આવ્યા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે સ્મોલ ગ્રેડ  અને મિડિયમ ગ્રેડ ની ખાંડમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. 

બજાર વર્તુળોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 29થી 30 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. જોકે, હાજરમાં આજે માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા સ્મોલ ગ્રેડ ની ખાંડમાં મિશ્ર વલણ રહ્યું હતું અને વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. 10ના સુધારા સાથે રૂ. 4506થી 4590માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડ ની ખાંડમાં મથકો પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 28 અને ઉપલા મથાળેથી રૂ. 40 વધીને રૂ. 4620થી 4792માં થયાના અહેવાલ હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ ગ્રેડ ની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. પાંચના સુધારા સાથે રૂ. 4320થી 4370માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડ ની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. 25ના સુધારા સાથે રૂ. 4400થી 4480માં થયા હતા.