Tue Oct 06 2026

Logo

દેશમાં બનશે 75 હજાર નવી ડેરી સહકારી મંડળીઓ, White Revolution 2.0નો પ્લાન સ્પષ્ટ થયો

2026-10-03 19:06:05
Author: Mumbai Samachar Team
દેશમાં બનશે 75 હજાર નવી ડેરી સહકારી મંડળીઓ, White Revolution 2.0નો પ્લાન સ્પષ્ટ થયો

ChatGPT Image


ભોપાલઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહે શનિવારે મધ્ય પ્રદેશના મહાનગર ભોપાલ શહેરની મુલાકાત કરી હતી. રાજ્ય સ્તરના એક ગોપાલક સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહીને અમિત શાહે ડેરી અને પશુપાલનને લઈ મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દૂધ ઉત્પાદનને વેગ આપવા માટે અને વધારવાની સાથે પશુપાલકોને દૂધ તેમજ ગોબરથી વધારે કમાણીના ચાન્સ આપવા માગે છે. આ માટે મોટા સ્કેલ પર કામ થઈ રહ્યું છે. આ માટે ગોબરમાંથી બાયગેસ અને જૈવિક ખાદ્ય બનાવવાથી લઈ દૂધ પ્રોસેસિંગ તથા માર્કેટમાં વેચાણ સુધીની વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી રહી છે. 

75000 જેટલી નવી ડેરી શરૂ થશે

આજ દેશભરમાં કુલ 75 હજાર કૉ-ઑપરેટિવ ડેરી શરૂ કરવામાં આવશે. જેમાં સૌથી વધારે ડેરી મધ્ય પ્રદેશમાં શરૂ કરવામાં આવશે.આનો ફાયદો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાના પશુપાલકોને થવાનો છે. સહકારી ડેરી સાથે જોડાઈને તેઓ પોતાનું દૂધ વધુ સારી રીતે વેચી શકે એમ છે. આ સાથે સ્થાનિક સ્તર પર બીજા કેટલાક લોકોને પણ રોજગારી પ્રાપ્ત થઈ શકે છે.

આનાથી રોજગારીની નવી તક સર્જાશે. સરકાર આજે ડેરી સેક્ટરને માત્ર દૂધ વેચવા સુધી જ મર્યાદિત રાખવા માગતી નથી. દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા જુદા જુદા ઉત્પાદકોનું પ્રોસેસિંગ અને માર્કેટ સુધી પહોંચાડવા માટેની આખી સિસ્ટમને મજબૂત કરવામાં આવી રહી છે. ગાયના બ્રીડને સુધારવા અને પશુપાલનમાં નવી ટેકનિકને વેગ આપવા માટે 50 એકર જમીનની માગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને વૈચારિક મંજુરી મળ્યા બાદ એમને પણ યોગ્ય મુદ્દાઓની વિગતવાર જાણ કરવામાં આવશે. 

મહિલાઓ માટે વિકાસની નવી તક

બ્રિડમાં સુધારા અંગે વધુ દૂધ આપનારી ગાયની સંખ્યામાં વધારો કરવામાં મોટી મદદ મળી રહેશે. આનાથી પશુપાલકોની કમાણીમાં પણ નોંધપાત્ર વધારો થશે. સરકાર હાલમાં સંપૂર્ણ રીતે પશુપાલકો પર ફોક્સ કરી રહી છે. ભારત દુનિયાનો સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ છે. હવે આ ક્ષેત્રને વધારે મજબૂત કરવા માટે આશરે એક વર્ષ પહેલા જે શ્વેત ક્રાંતિ 2.0ની શરૂઆત કરવામાં આવી હતી.

જેના અંતર્ગત હવે ગામે ગામ દૂધ ક્લેક્શનની ક્ષમતામાં વધારો કરવા તથા ડેરી સંબંધી પાયાના આંતરમાળખાને વધારે આધુનિક કરવા પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. ડેરી સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયેલી છે. દૂધના કામી એમનું પણ અર્થતંત્રમાં મોટું યોગદાન રહ્યું છે. ગામમાં સહકારી ડેરીનું નેટવર્ક વધારવાથી મહિલા માટે કમાણીના નવા રસ્તાઓ ખુલી જશે.