Tue Oct 06 2026

Logo

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સના પત્ની ઉષા વેન્સ પ્લેનની સીડી પરથી લપસ્યા! સુરક્ષાકર્મીઓએ બચાવ્યા; વીડિયો વાઈરલ

WASINTON DC   2026-10-06 20:51:50
Author: Darshana Visaria
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સના પત્ની ઉષા વેન્સ પ્લેનની સીડી પરથી લપસ્યા! સુરક્ષાકર્મીઓએ બચાવ્યા; વીડિયો વાઈરલ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પત્ની અને ભારતીય મૂળના ઉષા વેન્સ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓફિશિયલ ટ્રાવેલ દરમિયાન વિમાનમાંથી નીચે ઉતરતી વખતે એરક્રાફ્ટની સીડી પર ઉષા વેન્સનું સંતુલન અચાનક ખોરવાયું હતું અને તેઓ જોરદાર લપસી પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ આખરે શું છે આખો ઘટનાક્રમ અને આખરે કેમ તેમની આસપાસ રહેલી સિક્યોરિટીમાં કોઈ આગળ ના આવ્યું... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઉષા વેન્સ એર ક્રાફ્ટના પગથિયા પરથી નીચે ઉતરતી વખતી ગડથોલિયું ખાઈ ગયા હતા. જોકે, સીડી પાસે તહેનાત સિક્રેટ સર્વિસ અને સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરીને તેમને પડતાં બચાવી લીધા હતા, જેના કારણે એક મોટી દુર્ઘટના અને સંભવિત ઈજા ટળી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

વાઇસ પ્રેસિડેન્શિયલ એરક્રાફ્ટ લેન્ડ થયા બાદ ઉષા વેન્સ સીડી પરથી નીચે ઉતરી રહ્યા હતા. તે સમયે પગ લપસી જતાં અથવા હાઈ હીલ્સ/પગથિયાં પર પકડ છૂટી જતાં તેઓ અચાનક આગળ તરફ ઝૂકી ગયા હતા. તેમની નજીક ઊભેલા સિક્યોરિટી ગાર્ડ્સ અને સહાયકોએ તરત જ આગળ વધીને તેમને સંભાળી લીધા હતા. સમયસર મળેલા ટેકાને કારણે તેઓ નીચે પટકાયા નહોતા અને સુરક્ષિત રીતે સીડી પરથી નીચે ઉતરી શક્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓ અને રિપોર્ટ્સ અનુસાર, આ ક્ષણિક લપસવા છતાં ઉષા વેન્સે ખૂબ જ સંયમ અને શાંતિ જાળવી રાખી હતી.  નીચે ઉતર્યા બાદ તેમણે હળવું સ્મિત આપીને સ્થિતિ સામાન્ય કરી હતી. તેમને કોઈ શારીરિક ઈજા પહોંચી નથી અને તેમનો આગળનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહ્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિઓ અને ઉપરાષ્ટ્રપતિઓના એરક્રાફ્ટની સીડીઓ પરથી લપસવાની ઘટનાઓ અગાઉ પણ વૈશ્વિક મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ચૂકી છે. ઉષા વેન્સનો આ લપસવાનો વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ સુરક્ષાકર્મીઓની ત્વરિત સતર્કતાના વખાણ કરી રહ્યા છે અને ઉષા વેન્સ સુરક્ષિત હોવા બદલ રાહત વ્યક્ત કરી રહ્યા છે.

વધુ જુઓ...