Tue Oct 06 2026

Logo

‘ઉડાન’ ફેમ વિજેન્દ્ર કુમેરિયા અને પ્રીતિ ભાટિયાના છૂટાછેડા, ખાસ મુલાકાતમાં ખોલ્યા મોટા રાઝ

2026-10-06 21:38:46
Author: Mumbai Samachar Team
‘ઉડાન’ ફેમ વિજેન્દ્ર કુમેરિયા અને પ્રીતિ ભાટિયાના છૂટાછેડા, ખાસ મુલાકાતમાં ખોલ્યા મોટા રાઝ

મુંબઈઃ ટીવીની દુનિયાના જાણીતા એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ પોતાની પત્નીથી કાયમી ધોરણે અલગ થવાનો નિર્ણય કર્યો છે. તાજેતરની એક ખાસ મુલાકાતમાં  એક્ટરે કહ્યું કે, પત્ની પ્રીતિ ભાટિયા તે હવે નથી. પ્રીતિ સાથેના તલાકની એક્ટરે પુષ્ટિ કરી દીધી હતી. જાન્યુઆરી 2012માં પ્રીતિ અને વિજયેન્દ્રના લગ્ન થયા હતા. આ પછી સંતાનમાં એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. વિજયેન્દ્ર અને પ્રીતિ અલગ થયાના વાવડ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. હવે એક્ટરે આ વાતને લઈને પોતાની તરફથી પુષ્ટિ કરી દીધી છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ એકબીજાથી દૂર રહે છે. 

શું લખ્યું હતું પ્રીતિએ?
વર્ષ 2023માં પહેલીવાર વિજયેન્દ્ર સાથે પ્રીતિના છૂટાછેડાના વાવડ સામે આવ્યા હતા. ઈન્ટરનેટ પર આની જોરશોરથી ચર્ચા થઈ રહી હતી. એ સમયે પ્રીતિએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પરથી એક રહસ્યમય રીતે મેસેજ પોસ્ટ કર્યો હતો. દીકરી કિમાયા સાથે પોતાની એક તસવીર શૅર કરીને પ્રીતિએ લખ્યું હતું કે, તમે મારી પાસે જેટલા પણ જુઠ્ બોલ્યા એમાંથી 'આઈ લવ યુ' મારૂ સૌથી ફેવરીટ હતું. આઈ મિસ યુ બીજા ક્રમે હતુ. આની મને ખૂબ જ યાદ આવી રહી છે. પોતાની એક ખાસ મુલાકાતમાં વિજયેન્દ્ર એ ખુલાસો કર્યો હતો કે, અંગત જીવનમાં આવેલા આવા અણધાર્યા બદલાવને સમજવામાં અને સ્વીકારવામાં ખૂબ જ સમય લાગ્યો છે. તેથી જ આ વિષય પર પબ્લિકમાં વાત કરતા પહેલા હું મારી જાતને વ્યક્ત કરી દઉ છું.  શરૂઆતના સમયમાં આવી સ્થિતિ ખૂબ મુશ્કેલી ભરી લાગતી, પણ જે રીતે સમય આગળ વધતો ગયો પછી આ વિષય પર દિલ ખોલીને વાત કરવી અને વધુ હકીકત સાથે સ્પષ્ટતા કરવાને વધારે યોગ્ય માન્યું.  

સહમતીથી લીધો છૂટા થવાનો નિર્ણય
અલગ થવાનો નિર્ણય રાતોરાત લેવાયો ન હતો. રિલેશનશીપમાં કેટલાક સમય સુધી એક મોટી મુશ્કેલીઓ ચાલી રહી હતી.  મતભેદ અને ટ્યુનિંગ મેચ કરવું સરળ ન હતુ. વર્ષ 2022માં નિર્ણય લેવાયો, એવું બિલકુલ નથી કે, અમે અમારી મુશ્કેલીઓને ઉકેલવા માટેના પ્રયાસો નથી કર્યા. પણ અંતે વાત બની નહીં. બન્નેની સહમતી સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કિમાયા 10 વર્ષની તઈ ગઈ છે. પ્રીતિએ વર્ષો સુધી આ રિલેશનશીપને બચાવવા માટે પ્રયાસ કર્યા અને કિમાયાને લઈને ચિંતા કરી. ખૂબ જ કઠિન હતું આ નિર્ણય લેવો અને અંતે બન્નેની સહમતીથી આ બન્યું. અંતે વિજયેન્દ્ર ટીવી સિરીઝ જુહીમુઈમાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય આપકી નઝરોને સમજા, મોસે છલ કિયા જાએ, તેરી મેરી ડોરિયાં, દિવાનિયત જેવી સિરિયલમાં કામ કર્યું છે.