શ્રીનગરઃ ઓક્ટોબર મહિનામાં શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં નોંધાયેલ અસાધારણ તાપમાનનો વધારો, ઐતિહાસિક રેકોર્ડ્સ અને તેનાથી સ્થાનિક પ્રવાસન તથા અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે. જોકે, અલ નીનોની અસરને કારણે કાશ્મીર ઑક્ટોબરમાં ભીષણ ગરમીથી ઝઝૂમી રહ્યું છે ત્યારે આ વરસે ઓછી ઠંડી અને ઓછી હિમવષર્આ થવાની ભવિષ્યવાણીએ ચિંતા જગાડી છે.
કાશ્મીરવાસીઓને લાગી રહ્યું છે કે જો હિમવર્ષા ઓછી થશે તો તેમણે આર્થિક પરિસ્થિતિઓ સાથે એટલે ઝઝૂમવુ પડશે કેમ કે હિમવર્ષાને કારણે કાશ્મીર આવતા પર્યટકોની સંખ્યા ઘટી જશે. વર્તમાનમાં સૌથી સંતુલિત નિષ્કર્ષ એ જ છે કે કાશ્મીરમાં અસાધારણ ગરમી વાસ્તવિક છે અને અલ નીનોન પરિસ્થિતિઓ આમાં યોગદાન આપી શકે છે.
જોકે ઓછી હિમવષર્આ અને સામાન્ય ઠંડીને કારણે વાતાવરણ ગરમ રહેશે એવો દાવો અત્યારે માત્ર પૂર્વ અનુમાન જ છે, સચ્ચાઈ નથી. પ્રશાસન માટે પડકાર એ છે કે તેણે ઓછી હિમવર્ષાની સાથે સાથે ભારે હિમવષર્આની પરિસ્થિતિ માટે પણ તૈયારી રાખવી પડશે.
કાશ્મીરમાં ઑક્ટોબરના આરંભમાં અસાધારણ ગરમીએ મોસમના બદલતા મિજાજની ચિંતા વધારી દીધી છે. શ્રીનગરમાં 4, ઑક્ટોબરે તાપમાન 31.2 ડિગ્રી પર પહોંચ્યું હતું જે ઑક્ટોબરનું બીજા ક્રમાંકનું સર્વોચ્ચ તાપમાન છે.
વર્ષ 1931માં નોંધાયેલા 33.9 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ હજુ પણ કાયમ છે. મતલબ 95 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાનો દાવો સાચો નથી. જોકે 2008માં 31.1 ડિગ્રીનો રેકોર્ડ જરૂર પાર થયો હતો. કાઝીગૂંડમાં 31.4 ડિગ્રી તાપમાને 1985ના ઑક્ટોબરનો રેકોર્ડ તોડ્યો છે તો કોકરનાગમાં તાપમાન 29.4 ડિગ્રી પર પહોંચ્યું છે.