Tue Oct 06 2026

Logo

2036ની ઑલિમ્પિક્સ વિશે નવું અપડેટ...ભારત ઉપરાંત બીજા છ દેશે દાવો કર્યો

Lösen   2026-10-06 17:17:50
Author: Ajay Motiwala
2036ની ઑલિમ્પિક્સ વિશે નવું અપડેટ...ભારત ઉપરાંત બીજા છ દેશે દાવો કર્યો

AI


લૉસેનઃ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)એ મંગળવારે કહ્યું હતું કે 2036ની ઑલિમ્પિક ગેમ્સના યજમાન બનવા માટે ભારત, જર્મની, કતાર અને તૂર્કી સહિત કુલ સાત દેશે દાવો કર્યો છે. આ દેશો આવતા મહિને (નવેમ્બરમાં) આઈઓસીના ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ ઑલિમ્પિક્સને લગતા પોતાના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરશે.

ઉલ્લેખનીય છે કે ભારતે 2024માં જ સત્તાવાર રીતે દાવો કરી દીધો હતો. જો ભારતને યજમાનપદ સોંપવામાં આવશે તો દુનિયાનો આ સૌથી મોટો રમતોત્સવ અમદાવાદમાં યોજાશે. યજમાન નક્કી કરવાની પ્રક્રિયા આઇઓસીના નવા પ્રમુખ કર્સ્ટી કૉવેન્ટ્રી દ્વારા અટકાવવામાં આવી હતી અને યજમાનનું નામ લગભગ 2029ની સાલમાં નક્કી કરવામાં આવશે.

આઇઓસીની એક યાદીમાં જણાવાયું છે કે `10 વર્ષ પછીની ઑલિમ્પિક્સ (Olympics) યોજવામાં દક્ષિણ કોરિયા, સાઉથ આફ્રિકા તથા હંગેરીને પણ રસ છે. જોકે આગામી 31મી ઑક્ટોબર પછી કોઈ પણ નવા દેશનું નામ ઉમેરવામાં નહીં આવે.'

આઇઓસીએ જણાવ્યું છે કે `વિવિધ દેશોના પ્રૉજેક્ટનું મૂલ્યાંકન કેટલાક ટેક્નિકલ પરિબળોને આધારે કરવામાં આવશે અને એમાં યજમાની માટેના સ્થળને લગતા માસ્ટર-પ્લાન તથા ઍથ્લીટોને લગતા અનુભવ, ભંડોળ પૂરું પાડવા સંબંધિત વ્યૂહરચના, રાજકીય અને જાહેર જનતાના સ્તરે આયોજન બાબતમાં ટેકો, રમતોત્સવ સફળતાથી પાર પાડવા વિશેની સંસ્થાકીય, યાંત્રિક, ભૌગોલિક સ્થિતિ, માળખાકીય સગવડો તેમ જ વિરાસતમાં મળનારા લાંબા ગાળાના ફાયદા જેવી બાબતોનો સમાવેશ છે.