બેઇજિંગઃ રશિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર ડેનિલ મેડવેડેવે અહીં સોમવારે બીજા ભૂતપૂર્વ નંબર-વન ખેલાડી નોવાક જૉકોવિચ સામેની ચાઇના ઓપનની સેમિ ફાઇનલ દરમ્યાન ગુસ્સામાં રૅકેટથી બૉલ (Ball) ફટકારીને સ્ટૅન્ડમાં મોકલ્યો અને એ બૉલ એક પ્રેક્ષકને વાગ્યો એને પગલે મેડવેડેવને સેમિ ફાઇનલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને જૉકોવિચને સીધો ફાઇનલમાં પ્રવેશ મળી ગયો હતો.
એક ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા મેડવેડેવ (Medvedev) સામે આ આકરું પગલું ભરવામાં આવ્યું ત્યારે તે 5-7, 3-5થી પાછળ હતો. મેડવેડેવે જે બૉલ ફટકારીને સ્ટૅન્ડમાં મોકલ્યો એમાં પ્રેક્ષકને આંખમાં ઈજા થઈ હતી અને કર્મચારીઓ તેને સારવાર માટે બહાર લઈ ગયા હતા.
2022માં જૉકોવિચના કિસ્સામાં આવું બન્યું હતું. યુએસ ઓપન દરમ્યાન જૉકોવિચે ગુસ્સામાં ફટકારેલો બૉલ લાઇન-જજને ગળામાં વાગ્યો હતો અને જૉકોવિચને એ મૅચમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
જૉકોવિચ ચાઇના ઓપનમાં અત્યાર સુધીમાં ક્યારેય નથી હાર્યો. તે આ ટૂર્નામેન્ટમાં કુલ 33 મૅચ રમ્યો છે જેમાં તેનો જીત-હારનો રેશિયો 33-0 છે. હવે ફાઇનલમાં તે ઍલેક્સ ડીમિનૉર સામે રમશે. ડીમિનૉરને પણ સીધો ફાઇનલ-પ્રવેશ મળ્યો છે, કારણકે તેનો હરીફ હ્યુબર્ટ હુર્કાઝ ઈજાને કારણે સેમિમાંથી નીકળી ગયો હતો.