લંડનઃ ફ્લાયદુબઈ ફ્લાઈટમાં પાઈલટ વચ્ચે હિંસક મારપીટને કારણે ગણતરીની સેકન્ડમાં ફ્લાઈટ હજારો ફૂટ નીચે આવી જવાના બનાવ પછી વધુ એક ફ્લાઈટ અચાનક હજારો ફૂટ નીચે આવી ગઈ હતી. લંડનથી અમેરિકાના શિકાગો જનારી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટને આયર્લેન્ડના ઉપરથી ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી, જેમાં સ્ક્વોક 7700 સિગ્નલ (ઈમરજન્સી) સિગ્નલ મોકલવામાં આવ્યું હતું, જેને પ્રવાસીઓમાં અફડાતફડીનો માહોલ ઊભો થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
એવિયેશન સેક્ટરમાં 7700 ઇમરજન્સી કોડ
દુબઈથી તેલ અવીવ જનારી ફ્લાઈટ પણ અચાનક હજારો ફૂટ નીચે આવી ગયું હતું. બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ (B295)ને આયર્લેન્ડના આકાશથી ઉપર ઉડતી વખતે અચાનક ઝડપથી નીચે ઉતારવાનું શરુ કર્યું હતું. વિમાનના કેપ્ટને અચાનક 37,000 ફૂટથી લગભગ 9,000 ફૂટની ઊંચાઈ પર આવી ગયું હતું એના પછી વિમાનચાલકે 7700 ઈમરજન્સી કોડ જાહેર કર્યો હતો. આ વિમાનનો ઈમરજન્સી સ્થિતિનો સંકેત આપે છે. મળતી માહિતી અનુસાર બ્રિટિશ એરવેઝની બોઈંગ 777-200ER ફ્લાઈટે લંડનના હીથ્રો ટર્મિનલ પાંચ પરથી સવારના 11.50 વાગ્યે ઉડાન ભરી હતી, જ્યારે તેનો ટ્રાવેલ ટાઈમ 8.40 કલાક નિર્ધારિત કર્યો હતો એ વખતે આયર્લેન્ડના આકાશમાં અચાનક એની ઊંચાઈ પરથી ઘટીને છેક નવ હજારો ફૂટ નીચે આવી ગયું હતું.

બનાવમાં કોઈને નુકસાન થવાના અહેવાલ નહીં
એરલાઈન મીડિયાના અહેવાલ અનુસાર અચાનક ઓપરેશન સંબંધિત સમસ્યા આવી હતી એના પછી પાઈલટે વિમાનને ઝડપથી ઓછી કરી હતી, ત્યાર પછી એર કંન્ટ્રોલરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિમાનને મિડલ આયરલેન્ડના ભાગમાં ઉપરથી હવામાં થયો હતો, ત્યાર બાદ ડાયરેક્ટ આગળ વધી ગયું હતું. પાઈલટની પાસે વિમાનને શેનન અથવા ડબલિન એરપોર્ટ પર ડાઈવર્ટ કરવાનો વિકલ્પ હતો. એના સિવાય લંડનના હીથ્રો એરપોર્ટ પર પરત ફરવાનો વિકલ્પ જોવા મળ્યો હતો. આ બનાવમાં કોઈ પ્રવાસી ઘાયલ થવા કે નુકસાનની માહિતી મળી નથી
અહીં એ જણાવવાનું કે ફ્લાઈટ ટ્રેક્ટ અનુસાર આયરલેન્ડના આકાશમાં ઉપરથી ઉડનારું વિમાન છેક 9,000 ફૂટની ઊંચાઈથી અચાનક નીચે આવી ગયું હતું. આ પગલું બ્રિટિશ સરકાર દ્વારા કરાયેલી ધરપકડના થોડા દિવસ પછી ભરવામાં આવ્યું હતું. બ્રિટિશ એરવેઝની ઘટનાએ દુબઈફ્લાયની ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે. ફ્લાઈટ કોડને સરળતાથી યાદ રહે એના માટે 75, 76 કમ્યુનિકેશન ફેઈલ અને 77 ઈમરજન્સી ફેઈલનો છે એને લઈ BA295ના કિસ્સામાં અત્યારે 7700 કોડ આપ્યો હતો.
ફ્લાઈટના કોડ શું હોય છે
7700: જનરલ ઈમરજન્સી
7600: રેડિયો કોમ્યુનિકેશન ફેલ
7500: પ્લેન હાઈજેકનો કોડ