Mon Oct 05 2026

Logo

ઇરાની કપમાં કૅપ્ટન રિષભ પંત ખોટા શૉટ સિલેક્શનને લીધે સસ્તામાં આઉટ

2026-10-01 22:49:00
Author: Ajay Motiwala
ઇરાની કપમાં કૅપ્ટન રિષભ પંત ખોટા શૉટ સિલેક્શનને લીધે સસ્તામાં આઉટ

શ્રીનગરઃ અહીં શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં ભારે સલામતી બંદોબસ્ત વચ્ચે ગુરુવારે પાંચ દિવસની ઇરાની કપ મૅચ શરૂ થઈ હતી જેમાં રણજી ચૅમ્પિયન જમ્મુ-કાશ્મીર (J & K) સામે બૅટિંંગ મળ્યા પછી રેસ્ટ ઑફ ઇન્ડિયા (ROI)ની ટીમ માત્ર 237 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

રેસ્ટના કૅપ્ટન રિષભ પંતે 36 બૉલમાં બનેલા માત્ર 10 રનના સ્કોર પર ખરાબ શૉટ સિલેક્શનને કારણે પેસ બોલર ઉમર નઝીરના બૉલમાં વિકેટ ગુમાવી દીધી હતી. સરફરાઝ ખાને લૂઝ શૉટમાં 45 રનના પોતાના સ્કોર પર નઝીરના જ બૉલમાં કૅચઆઉટ થયો હતો.

રેસ્ટની ટીમમાં રવિચન્દ્રન સ્મરણનું 68 રનનું સૌથી મોટું યોગદાન હતું, જ્યારે ઓપનર શિખર મોહને 60 રન બનાવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના સુનીલ કુમાર તથા લોન નાસિરે ત્રણ-ત્રણ વિકેટ અને ઉમર નઝીરે બે વિકેટ લીધી હતી. પછીથી જમ્મુ-કાશ્મીરે 21 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.