Tue Oct 06 2026

Logo

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજ પર હુમલો: 11 ભારતીયને પહોંચી ગંભીર ઈજા, વિદેશ મંત્રાલય આકરા પાણીએ

Tehran   2026-10-06 16:46:16
Author: Mumbai Samachar Team
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજ પર હુમલો: 11 ભારતીયને પહોંચી ગંભીર ઈજા, વિદેશ મંત્રાલય આકરા પાણીએ

તેહરાનઃ એક ચોક્કસ સમયના વિરામ બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ધણધણી ઊઠ્યું છે. ઓમાનના કિનારે પનામાનો ધ્વજ ધરાવતા કર્મશિયલ જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. જેની ભારતે નિંદા કરી છે. આ જહાજમાં કુલ 17 ભારતીયો હતા અને અગિયાર જણને ગંભીર ઈજા પહોંચી છે. 

અમેરિકા અને ઈરાન વચ્ચેના ખટાશભર્યા સંબંધોનું પરિણામ અન્ય દેશ પણ ભોગવી રહ્યા છે. ઓમાનના કિનારે કમર્શિયલ જહાજ પર હુમલો થયો હતો. આજે આ ઘટના બની હોવાનું કહેવાય છે, જેને ભારતીય વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં વખોડી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે ઓમાનના ખસાબમાં ખસેડાયા છે. 

શું કહ્યું ભારતના વિદેશ મંત્રાલયે?

ભારતીય વિદેશ મંત્રાલયે એક રિપોર્ટ આપતા જણાવ્યું હતું કે, ઓમાનના કિનારે પનામાના ધ્વજ ધરાવતા એક જહાજ પર અચાનક અણધાર્યો હુમલો કરાયો છે. આ એક કર્મશિયલ જહાજ હતું. MT On Peace (IMO 9893204)  જહાજ પર હુમલાની ભારત નિંદા કરે છે. આ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જ્યારે પસાર થઈ રહ્યું હતું એ સમયે હુમલો કરાયો હતો. આ જહાજમાં કુલ 19 ક્રૂ સભ્યો હતા. એમાંથી 17 ભારતીય નાગરિકો છે. 12 ક્રૂ સભ્યોને ગંભીર ઈજા પહોંચી છે. 

ઓમાનના અધિકારીઓની મદદથી ઈજાગ્રસ્તને સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે. આ મુશ્કેલીભરી સ્થિતિમાંથી એમને ઓમાનના અધિકારીઓ દ્વારા બાહર કાઢવામાં આવ્યા હતા. ખસાબમાં એમની સારવાર ચાલી રહી છે. ભારત ઓમાનના આધિકારીઓનો આભાર વ્યક્ત કરે છે જેમે ઈજાગ્રસ્ત સ્થિતિમાં આ લોકોની ઉત્તમ સારવાર કરી અને સારવાર માટે ખસેડ્યા. 

ભારતે સખત શબ્દોમાં નિંદા કરી

સ્ટ્રેટ ઓફ હોર્મુર્ઝમાં સમયાંતરે થઈ રહેલા હુમલાની ભારત સખત નિંદા કરે છે. આ એક ચિંતાનો વિષય છે. અમે આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે આ પ્રકારના હુમલાને તરત જ રોકવા માટેની માગ કરી રહ્યા છીએ.  

આ વિસ્તારમાં કર્મશિયલ જહાજ, નાવિકો તથા સામાન્ય લોકોના આંતરમાળખા સંબંધિત ઢાચાને ટાર્ગેટ કરવાનું બંધ થવું જોઈએ. આ યોગ્ય નથી. આ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે. અવરજવર માટે ઉત્તમ છે. વ્યાપાર માટેનો માર્ગ છે. જેને યોગ્ય સમયે સુરક્ષા સાથે ખોલી દેવામાં આવે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છેલ્લા કેટલાક મહિનાથી સુરક્ષા સંકટનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. 

અગાઉ પણ ઓમાન નજીક આ જ જળમાર્ગમાં અનેક ટેન્કર અને કમર્શિયલ જહાજો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે ભારતીય નાવિકોની સુરક્ષા અને વૈશ્વિક ઊર્જા સપ્લાય અંગે ચિંતા વધી છે. ખાસ કરીને અહીંયાથી રાતના સમય પસાર થતા જહાજ પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ પ્રકારના હુમલા થતા ફરી હોર્મુઝમાં સુરક્ષા અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે.