દુબઈઃ ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં બનેલી ઘટના બાદ દુનિયાભરના લોકો સ્મિત મચ્છરની ઝડપી રિક્વરી માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. એમની હેલ્થ અપડેટ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને તે ઝડપથી સ્વસ્થ થાય અને હોસ્પિટલમાંથી બાહર આવે એ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ વિષય સંબંધિત એક હેલ્થ અપડેટ દુબઈથી મળી છે, જેમાં એ વાત જાણવા મળી છે કે, એના માથામાં ફ્રેક્ચર થયું છે અને માથાના ભાગમાં જે ઘા વાગ્યા છે એમાં રિક્વરી આવી છે.
હેલ્થ અપડેટ સામે આવી
હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર એની રિક્વરી ઘણી સારી છે. ખાસ કરીને સ્મિતની આંખને લઈ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેને સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા થોડો સમય લાગશે. રાહતની વાત એ છે કે, એની રિક્વરી ઘણી સારી છે. દુબઈમાં ભારતીય મિશન એના ઈલાજ પર સતત નજર રાખી રહ્યું છે અને દુબઈના તબીબોના સતત સંપર્કમાં છે. હોસ્પિટલની ઓથોરિટીના સતત સપર્કમાં છે.
ભારતીય મિશનના એક રિપોર્ટ અનુસાર કેપ્ટન સ્મિતને જરૂરી હોય એવી તમામ પ્રકારની મેડિકલ મદદ આપવામાં આવી રહી છે. તબીબોની ટીમ પણ તેના હેલ્થ પેરામીટર્સનું સતત ધ્યાન રાખી રહ્યા છે. ખાસ કરીને એના આંખનું સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
તબીબોએ કહ્યું કે, જે રીતે એના શરીર પર કટ્સ છે એને ધ્યાનમાં લેતા સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા સ્મિતને થોડો વધારે સમય લગાશે. 30 સપ્ટેમ્બરની રાત્રે જ્યારે ફ્લાયદુબઈની ફ્લાઈટ્સમાં સ્મિત પોતાની ડ્યૂટી પર હતા એ સમયે ઓમાની કૉ-પાયલટે એના પર હુમલો કરી દીધો હતો.
સ્મિતના શૌર્યની દુનિયાભરમાં ચર્ચા
આ હુમલામાં સ્મિતને ગંભીર ઈજા પહોંચી છે. ખાસ કરીને એના માથાના ભાગમાં ફ્રેક્ચર થયું છે. હાથ અને શરીરના બીજાભાગમાં પણ ગંભીર કહી શકાય એવી ઈજા થઈ છે. જેની સારવાર ચાલુ છે. આ હુમલા બાદ પણ સ્મિતે હિંમત હાર્યા વગર કોકપિટનો દરવાજો ખોલી નાંખ્યો હતો. આ પછી વિમાનમાં બેઠેલા પ્રવાસી તથા અન્ય ક્રૂ સ્ટાફે આરોપીને કાબૂમાં કર્યો હતો. એના હાથ હેડફોનના વાયરથી એવી રીતે બાંધી દેવાયા હતા જેથી તે કંઈ બીજું કરી ન શકે. આ ઘટના બાદ વિમાન ગણતરીની સેકન્ડમાં નીચે આવતું ગયું હતું. આ પછી સાઉદ અરેબિયાના તબુક સિટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેસની તપાસ UAE ઓથોરિટી કરી રહી છે. આરોપી કો પાયલટ સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.
પરિવારને જાણ કરવામાં આવી
વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્મિતના પરિવારને પણ એના હેલ્થ અંગે સતત અપડેટ આપવામાં આવી રહી છે. આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઊઠી રહ્યા છે. પણ કેપ્ટન સ્મિતની સુઝબુઝ અને સમયસૂચકતાના કારણે અનેક પ્રવાસીઓના જીવ બચી ગયા છે. સ્મિતના શૌર્યની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.