Tue Oct 06 2026

Logo

ફોર્મ-6 વિવાદ: સુપ્રીમ કોર્ટના કડક વલણથી ઈલેક્શન કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલીઓ કેમ વધી?

2026-10-06 16:44:00
Author: Mumbai Samachar Team
ફોર્મ-6 વિવાદ: સુપ્રીમ કોર્ટના કડક વલણથી ઈલેક્શન કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલીઓ કેમ વધી?

નવી દિલ્હીઃ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ્વરકુમારના રાજીનામા લેવા અંગેનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. વિપક્ષ સતત અને સખત ચૂંટણીપંચની કામગીરી તથા મતદાર યાદીને લઈ ટીકા કરતો રહ્યો છે. I.N.D.I. ગઠબંધનના પક્ષ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં ઊતર્યા હતા. સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરવામાં આવી હતી. 3000થી વધુ પોલીસના જવાનોનો કાફલો દિલ્હીના આ રૂટ પર મૂકી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર વિષયમાં જે મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે તે ફોર્મ-6 છે. હવે SIR વિવાદમાં ફોર્મ-6 પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલી વધારી દીધી છે, જેમાં કદાચ રાજીનામું આપવું પડી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત 19 વિપક્ષના સાસંદોએ કમિશનર જ્ઞાનેશકુમારની સામે મોરચો માંડી દીધો છે. 

દિલ્હીમાં દમદાર વિરોધ પ્રદર્શન
સૌથી પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે કમિશનર જ્ઞાનેશકુમાર સામે રસ્તા પર ઊતરીને વિપક્ષ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. આ સમગ્ર વિષયને લઈ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, કમિશનર જ્ઞાનેશકુમાર બહુ થઈ ગયું ભાઈ, રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. સમગ્ર કિસ્સો એ સમયે સામે આવ્યો જ્યારે દેશના એક મીડિયાએ ચૂંટણી કમિશનરની કચેરીમાં શું ચાલી રહ્યું છે એના કેટલાક પાનાઓ પ્રજા સામે આક્ષેપ રૂપે ઉઘાડા પાડી દીધા. 

કમિશનર જ્ઞાનેશકુમાર પર SIR દરમિયાન ફોર્મ-6 મનમાની કરીને 3 મોટા બદલાવ કરવાનો આરોપ છે. આની સામે આયોગનું આવું કહેવું છે કે, તમામ વસ્તુઓ થઈ એ સુપ્રીમ કોર્ટની મંજૂરી અને આયોગના ત્રણેય સભ્યોની સહમતી સાથે થયું છે. મતદાતાઓની યાદીના સ્પેશ્યલ રિવિઝન દરમિયાન નવા મતદારોના નામ સામેલ કરવા પર ફોર્મ-6ની વ્યવસ્થા છે. આ ફોર્મ અંતર્ગત નવા મતદાતાઓના નામને જોડવા અરજી કરી શકાય છે. ચૂંટણી પંચના અધિકારી આ અંગે તપાસ કરશે અને એ પછી નામને મતદાતાઓની યાદીમાં જોડી દેશે. આ માટે નવા મતદાતાએ જણાવવું પડશે કે, પહેલા એનું નામ કઈ યાદીમાં નહોતું?

મતદાતાએ આટલી સ્પષ્ટતા કરવી પડશે
જે મતદાતાનું નામ નહીં હોય તેને સ્પષ્ટ કરવું પડશે તે એના કોઈ પરિવારજનોનું નામ જુની યાદી જાહેર થઈ એમાં હતું કે, નહીં. પરિવારજનોમાંથી કોઈનું નામ જૂની યાદીમાં હતું કે નહીં એ સ્પષ્ટ કરવું પડશે. મીડિયા રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, બે ચૂંટણી કમિશનરે ફોર્મ-6માં બદલાવ કરવા સામે વાંધો ઊઠાવ્યો હતો. જેને ધ્યાનમાં લેવામાં ન આવ્યો. સોમવારે આ વિષય પર થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે, ફોર્મ-6માં થયેલા બદલાવને લઈ અમે કોઈ જ પ્રકારની મંજૂરી આપી નથી. આ વાત સ્પષ્ટ છે. અંજલિ ભારદ્વાજે સુપ્રીમ કોર્ટમાં અલગથી એક અરજી કરી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં જે લોકોના નામ કટ થયા છે એને ફરીથી ફોર્મ-6 ભરવા કહેવાયું હતું. 

અંજલિના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આ તો ખોટું છે. કમિશનર જ્ઞાનેશકુમારને હવે વિશેષ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે. તેઓ નિવૃત થયા બાદ બાદ પણ સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. આ મુજબ, ચૂંટણી પંચના કોઈ પણ નિર્ણય અંગે મુખ્ય ચૂંટણી કમિશનર અથવા બેમાંથી કોઈ પણ ચૂંટણી કમિશનર વિરુદ્ધ કોઈ કેસ દાખલ કરી શકાતો નથી, તેમ જ આવા મામલાની સુનાવણી કોઈ પણ અદાલતમાં થઈ શકતી નથી. 

શું બોલ્યા સુપ્રીમ કોર્ટના જજ?
સુપ્રીમ કોર્ટના જજ જે બાગચીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિને જેટલી સુરક્ષા મળી છે એટલી સુરક્ષા એમની છે. હાલના સમયમાં કમિશનર જ્ઞાનેશકુમાર સંપૂર્ણ રીતે સેફ છે અમને કોઈ જ પ્રકારનું જોખમ નથી તથા એમની ખુરશી પર કોઈ જોખમ નથી. બીજી તરફ વિપક્ષ આ મુદ્દાને લઈને લડી લેવાના મૂડમાં છે. વિરોધ પ્રદર્શન દેશના અલગ અલગ રાજ્યમાં કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વિપક્ષ રસ્તા પર ઊતર્યો છે ત્યારે ફરી આ વિષય પર રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આગામી સત્રમાં આ વિષય અંગેના મોટા પડઘા પડી શકે છે. 

વિપક્ષની માગ છે કે, કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપી દે. SIRની યાદીમાં પણ મનફાવે આવી નીતિ અપનાવવામાં આવી હોવાનો વિપક્ષનો દાવો છે. 30 સપ્ટેમ્બરના યોજાયેલી વિપક્ષની બેઠક બાદ દિલ્હીમાં યોજવામાં આવેલું સૌથી મોટું વિરોધ પ્રદર્શન છે. 19 વિપક્ષના નેતાઓ ચૂંટણી પંચનો સતત ઘેરાવો કરવાના મૂડમાં છે. 'લોકશાહી બચાવો કૂચ' અંતર્ગત આ વિરોધ પ્રદર્શન હજું થોડા દિવસો યથાવત રહેશે. નોંધનીય બાબત એ પણ છે કે, આ સમગ્ર વિષયને લઈ કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. 

અત્યારની વાત કરીએ તો સરકાર જ્ઞાનેશ કુમારના પક્ષમાં છે, પરંતુ વિપક્ષના 140 સાંસદોએ દિલ્હીને માથે લીધું છે ત્યારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના માફક કદાચ જ્ઞાનેશ કુમાર રાજીનામું આપવું પડે તો નવાઈ નહીં એમ પણ વર્તુળોએ જણાવ્યું હતું. વિપક્ષના મોરચા પછી કોકરોચ જનતા પાર્ટી પણ એના પછી નવા નવા આંદોલન કરવાના મૂડમાં છે.