Tue Nov 03 2026

Logo

EPFOની નવી WhatsApp સુવિધા શરૂ થતાં ધાંધિયા: યુઝર્સની આશા પર ફરી વળ્યું પાણી!

2026-11-02 13:48:00
Author: Mumbai Samachar Team
EPFOની નવી WhatsApp સુવિધા શરૂ થતાં ધાંધિયા: યુઝર્સની આશા પર ફરી વળ્યું પાણી!

Ai Image


નવી દિલ્હી: નોકરી કરતા કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા હતા કે હવે PF (પ્રોવિડન્ટ ફંડ)ના બેલેન્સ ચેક કરવા કે પાસબુક જોવા માટે વારંવાર વેબસાઇટ કે એપ ખોલવાની જરૂર નહીં પડે. EPFOએ WhatsApp દ્વારા જ PF સંબંધિત માહિતી મેળવવાની નવી સુવિધા શરૂ કરી હતી, પરંતુ આ સુવિધા શરૂ થતાં જ કેટલાક યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમની આશા પર પાણી ફરી વળ્યું છે, નવી સર્વિસનો લાભ લેવા ગયેલા કેટલાક લોકોનું કહેવું છે કે WhatsApp પર આ સુવિધા યોગ્ય રીતે કામ કરી રહી નથી.

EPFOએ WhatsApp દ્વારા PFની માહિતી મેળવવાની સુવિધા કર્મચારીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે, શરૂઆતમાં જ સામે આવેલી ટેક્નિકલ સમસ્યાઓને કારણે યુઝર્સ નિરાશ થયા છે. હવે જોવાનું એ રહેશે કે EPFO આ સમસ્યાઓનું નિરાકરણ કેટલી ઝડપથી લાવે છે અને તમામ કર્મચારીઓ માટે આ સુવિધા સરળતાથી ઉપલબ્ધ બને છે કે નહીં.નવી WhatsApp સર્વિસ દ્વારા કર્મચારીઓ હવે પોતાના મોબાઇલથી જ PF સંબંધિત જરૂરી માહિતી મેળવી શકશે. આ સુવિધાનો મુખ્ય હેતુ કર્મચારીઓને સરળતાથી અને ઝડપથી સેવા પૂરી પાડવાનો છે.

આ સર્વિસની મદદથી કઈ- કઈ માહિતી મેળવી શકાશે 

PF એકાઉન્ટનું બેલેન્સ તેમ જ PF પાસબુકની વિગતો સાથે છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી શકાશે, આ સુવિધાથી કર્મચારીઓને PFની સામાન્ય માહિતી મેળવવા માટે વારંવાર EPFOની ઓફિસ કે વેબસાઇટના ચક્કર લગાવવાની જરૂર નહીં રહે. એક તરફ EPFOની નવી સુવિધાને લઈને કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી તરફ શરૂઆતથી જ કેટલાક યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક યુઝર્સે આ સર્વિસ અંગે પોતાની ફરિયાદો અને અનુભવ શેર કર્યા છે. કેટલાક યુઝર્સે જણાવ્યું કે તેઓ WhatsApp દ્વારા PFની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય જવાબ મળી રહ્યો નથી અથવા સર્વિસ કામ કરી રહી નથી.


WhatsApp દ્વારા PFની માહિતી મેળવવાની સુવિધા કર્મચારીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે, શરૂઆતમાં જ સામે આવેલી ટેક્નિકલ સમસ્યાઓને કારણે યુઝર્સ નિરાશ થયા છે. હવે, જોવાનું એ રહેશે કે EPFO આ સમસ્યાઓનું નિરાકરણ કેટલી ઝડપથી લાવે છે અને તમામ કર્મચારીઓ માટે આ સુવિધા સરળતાથી ઉપલબ્ધ બને છે કે નહીં.