Mon Nov 16 2026

Logo

મતદાર યાદીમાં ગેરરીતિ મામલે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી! ઉત્તર પ્રદેશમાં 2 ERO સસ્પેન્ડ, FIR પણ નોંધાશે

2026-11-02 10:38:00
Author: Vimal Prajapati
મતદાર યાદીમાં ગેરરીતિ મામલે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી! ઉત્તર પ્રદેશમાં 2 ERO સસ્પેન્ડ, FIR પણ નોંધાશે

લખનઉઃ ઉત્તર પ્રદેશના પીલીભીત વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં ગેરરીતિ મામલે ચૂંટણી પંચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મતદાર યાદીમાં ગેરરીતિ મામલે થયેલી ફરિયાદો મળ્યા બાદ ભારતીય ચૂંટણી પંચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મતદાર યાદીને લઈને વિરોધ પક્ષોના વિરોધ પ્રદર્શનો વચ્ચે, આ અનિયમિતતાઓના જવાબમાં આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણી પંચના સીધા આદેશ મુજબ, પીલીભીતમાં બે અધિકારીઓ સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

પીલીભીત વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદીમાં ગેરરીતિ

વિગતે વાત કરવામાં આવે તો, ચૂંટણી પંચ દ્વારા પીલીભીત વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદીમાં ગેરરીતિની ફરિયાદ થઈ હતી. જેમાં ચૂંટણી પંચ દ્વારા આકરૂ વલણ રાખવામાં આવ્યું અને બે 2 ચૂંટણી નોંધણી અધિકારી (ERO)ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ મામલે ઉત્તર પ્રદેશના સીઇઓને આ બંને સામે એફઆઈઆર નોંધાવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યાં છે. વિપક્ષ દ્વારા વારંવાર મતદાર યાદીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે, તેવામાં આ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. 

ચૂંટણી પંચના કહ્યાં પ્રમાણે, ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીના રિપોર્ટની તપાસ કરવામાં આવી ત્યારે ERO મયંક ગૌસ્વામી અને ERO હેમંત ચૌધરી આરોપી સાબિત થયાં હતાં. જેના કારણે બંનેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યાં છે. આ સાથે એફઆઈઆઈ નોંધાવીને તેની ચાર્જશીટ વધુ તપાસ માટે કમીશનનો સોંપવામાં આવશે. 

શું હતો આ સમગ્ર મામલો?

એક ERO સહાયક પર આરોપ છે કે તેમણે 31 મેથી 29 ઓગસ્ટની વચ્ચે, કાર્યાલયમાં કોઈ પણ ફોર્મ કે સહાયક દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવા છતાં, સુધારા માટે 13,779 'ફોર્મ-8' અરજીઓ દાખલ કરી હતી. જ્યારે આ બાબત ચૂંટણી પંચ સુધી પહોંચી, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) નવદીપ રિનવા પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો હતો.  તેમણે પોતાના અહેવાલમાં મતદાર યાદીમાં અનિયમિતતાઓ હોવાનું સ્વીકાર્યું અને જણાવ્યું કે આમાં સંડોવાયેલા બે ERO સહાયકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ ભારતીય ચૂંટણી પંચ દ્વારા બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.