Thu Nov 19 2026

Logo

જાપાન પછી જર્મનીઃ સિંધુ જીતી સીઝનનું બીજું ટાઇટલ...

Zweibrücken   2026-11-01 20:02:51
Author: Ajay Motiwala
જાપાન પછી જર્મનીઃ સિંધુ જીતી સીઝનનું બીજું ટાઇટલ...

ઝારબ્રૂકન (જર્મની): ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ (PV Sindhu) રવિવારે અહીં હાયલો ઓપન સુપર-500 નામની ટૂર્નામેન્ટની ફાઇનલમાં ડેન્માર્ક (Denmark)ની લીન હૉયમાર્ક કેઇર્સફેલ્ટને હરાવીને ચૅમ્પિયન બની ગઈ હતી. વર્તમાન સીઝનમાં સિંધુનું આ બીજું ટાઇટલ છે. તે જુલાઈમાં જાપાન ઓપનનું ટાઇટલ જીતી હતી તેમ જ ગયા અઠવાડિયે ફ્રેન્ચ ઓપનમાં રનર-અપ બની હતી.

સિંધુએ લીન હૉયમાર્કને સળંગ ગેમમાં 21-12, 21-14થી હરાવી દીધી હતી. કુલ પાંચ લાખ ડૉલરના ઈનામોવાળી આ ફાઇનલ 39 મિનિટ સુધી ચાલી હતી.

સિંધુની વિશ્વમાં હાલમાં આઠમી અને લીન હૉયમાર્કની પચીસમી રૅન્ક છે. તે આ ટૂર્નામેન્ટમાં સેક્નડ-સીડેડ હતી, જ્યારે લીન હૉયમાર્ક આઠમી ક્રમાંકિત તરીકે રમી હતી.

આ પહેલાં સિંધુએ લીન હૉયમાર્કને સાતમાંથી છ મુકાબલામાં હરાવી હતી. હવે સિંધુનો જીત-હારનો રેશિયો 7-1 થઈ ગયો છે.