અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં આગની ભીષણ ઘટના સામે આવી છે. અહીં ફેડોરા કંપનીની ઓફિસમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટના સમયે ઓફિસમાં અનેક કર્મચારીઓ હાજર હોવાની માહિતી મળી રહી છે. આગના કારણે ઓફિસમાં ધુમાડાના ગોટેગોટા ફેલાતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
જીવ બચાવવા માટે કેટલાક કર્મચારીઓએ બીજા અને ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને ઓફિસમાં ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમો દ્વારા પ્રયાસો ચાલુ છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.