Mon Nov 16 2026

Logo

રામ મંદિર ચંદાચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી બંધઃ મેજિસ્ટ્રેટને કાર્યવાહીનો આદેશ

2026-11-02 14:40:00
Author: Mayur Patel
રામ મંદિર ચંદાચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી બંધઃ મેજિસ્ટ્રેટને કાર્યવાહીનો આદેશ

નવી દિલ્હીઃ અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. દાન ચોરી અને નાણાકીય ગોટાળા સાથે જોડાયેલા મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યાની જાણકારી મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મુદ્દા સાથે જોડાયેલી અરજી બંધ કરી હતી. આ અરજી કેસની સ્વતંત્ર તપાસ અને સીબીઆઈ તપાસની માંગને લઈ દાખલ કરવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને કાયદા મુજબ કાર્યવાહી કરવાનું કહીને જણાવ્યું કે, અરજીકર્તાને નીચલી કોર્ટની મદદ કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે આ કેસની ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ઊંડણપૂર્વક તપાસ કરી રહી છે. મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવેલા દાન અને રોકડની ગણતરી સમયે કથિત રીતે ચોરી અને હેરાફેરી કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.

કોર્ટે કહ્યું કે, આ માત્ર આરોપી અને રાજ્ય વચ્ચનો મામલો નથી, પરંતુ તેમાં જનહિતના મુદ્દાઓ પણ સામેલ છે, જે રીતે કાયદો કોઈ ગુનાના પીડિતને કોઈ ગુનાહિત કાર્યવાહીમાં કોર્ટની સહાયતા કરવાનો અધિકાર આપે છે તે જ રીતે અરજીકર્તાઓને આ રીતે ન્યાયાધીશની સહાય કરવાની મંજૂરી આપી શકાય નહી.
 
આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ મામલે લગાવવામાં આવેલા આરોપમાં હકીકત કે તેના ગુણ-દોષ પર કોઈ અભિપ્રાય નથી, પરંતુ ન્યાયાધીશ અદાલત ચાર્જશીટ અને ઉપલબ્ધ સાક્ષીઓના આધારે કાયાદા અનુસાર આગળની કાર્યવાહી કરશે.

શું છે મામલો
અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભક્તો તરફથી આપવામાં આવેલું દાન અને ચઢાવાની રકમમાં કથિત ચોરી અને અનિયમિતતાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાએ મામલાની સીબીઆઈ તપાસ કરાવવા સ્વતંત્ર તપાસ એજન્સી નિમવા અને મંદિર ટ્રસ્ટના નાણાકીય લેણદેણની તપાસ કરાવવાની માંગ કરી હતી. 

સુનાવણી દરમિયાન તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે દાનમાંથી રોકડની ઉચાપત કરવામાં આવી હોવાની 105 ઘટનાની જાણકારી સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. તપાસમાં આઠ આરોપીઓની ભૂમિકા સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તપાસ પર દેખરેખ રાખી હતી અને ઉત્તર પ્રદેશ સરકાર પાસે એસઆઈટીનો રિપોર્ટ માંગ્યો હતો. હવે ચાર્જશીટ દાખલ થયા બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.