કુદરતી સૌંદર્ય, નાળિયેરીના બગીચાઓ, રમણીય બીચ, શાંત ગામડાંઓ અને અદભુત બેકવોટર્સની ભૂમિ ગણાતા ગોડ્સ ઓન કન્ટ્રી (God’s Own Country) એટલે કે કેરળની મુસાફરી કરવા ઈચ્છતા પ્રવાસીઓ માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એક આકર્ષક એર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ 7 રાત અને 8 દિવસના સ્પેશિયલ ડિલક્સ ટૂર પેકેજમાં પ્રવાસીઓને કોચ્ચિ, મુન્નાર, થેક્કડી, કુમારકોમ અને ત્રિવેન્દ્રમ (તિરુવનંતપુરમ) જેવા પ્રખ્યાત પર્યટન સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે. આ યાત્રા દરમિયાન હોટેલ સ્ટેની સાથે-સાથે કેરળના વિશ્વપ્રસિદ્ધ ટ્રેડિશનલ હાઉસબોટમાં રોકાણનો અનોખો અનુભવ પણ મળશે.
ટૂર પેકેજની તારીખો અને ભાડાની વિગતો:
પ્રવાસનો સમયગાળો: 25મી નવેમ્બર, 2026થી બીજી ડિસેમ્બર, 2026 (7 રાત/8 દિવસ)
સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ પોઈન્ટ: યાત્રાની શરૂઆત ભોપાલથી કોચ્ચિ ફ્લાઇટ દ્વારા થશે અને પરત ત્રિવેન્દ્રમથી ભોપાલ ફ્લાઇટ દ્વારા અવાશે.
પ્રતિ વ્યક્તિ પેકેજ ખર્ચ:
ડીલક્સ કેટેગરીમાં ટૂર પેકેજની શરૂઆત પ્રતિ વ્યક્તિ રૂપિયા 64,300થી થાય છે.
ટ્વિન અથવા ડબલ શેરિંગ માટે ભાડું રૂપિયા 66,300 પ્રતિ વ્યક્તિ રહેશે.
8 દિવસનો વિગતવાર ડે-વાઇઝ પ્રવાસ કાર્યક્રમ:
દિવસ 1: ભોપાલથી કોચ્ચિ આગમન:
ભોપાલથી સવારે ઇન્ડિગોની ફ્લાઇટ પકડી બપોરે આશરે ૨:૧૫ વાગ્યે કોચ્ચિ પહોંચાશે. એરપોર્ટ પરથી હોટેલ ટ્રાન્સફર બાદ સાંજે મરીન ડ્રાઇવની મુલાકાત, ડિનર અને નાઇટ સ્ટે.
દિવસ 2: કોચ્ચિથી મુન્નાર:
બ્રેકફાસ્ટ બાદ બાય રોડ મુન્નાર માટે પ્રસ્થાન. રસ્તામાં નયનરમ્ય ચૈય્યાપારા વોટરફોલ દર્શન. મુન્નાર પહોંચી ટી મ્યુઝિયમની મુલાકાત. સાંજે પુનર્જની ખાતે કલ્ચરલ પ્રોગ્રામ જોવાનો વિકલ્પ (ખર્ચ પ્રવાસીનો રહેશે).
દિવસ 3: મુન્નાર સાઇટસીઇંગ:
એરાવિકુલમ નેશનલ પાર્ક, મટ્ટુપેટ્ટી ડેમ, ઇકો પોઇન્ટ અને કુંડલા લેકની મુલાકાત. સાંજે લોકલ માર્કેટની ખરીદી અને મુન્નારમાં નાઇટ હોલ્ટ.
દિવસ 4: મુન્નારથી થેક્કડી (વાઇલ્ડલાઇફ અને પ્રકૃતિ):
મુન્નારથી ચેકઆઉટ કરી થેક્કડી પહોંચવું. બપોરે પેરિયાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં બોટિંગનો વિકલ્પ (બોટિંગ ટિકિટ પ્રવાસીએ પોતાની રીતે લેવાની રહેશે).
દિવસ 5: થેક્કડીથી કુમારકોમ - લક્ઝુરિયસ હાઉસબોટ સ્ટે:
કુમારકોમ પહોંચી કેરળના ખાસ હાઉસબોટમાં ચેક-ઇન. હાઉસબોટ પર લંચ સાથે બેકવોટર્સમાં ક્રૂઝ સફર બપોરે 12થી દોઢ વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી સાંજે સાડાપાંચ વાગ્યા સુધી. ત્યાર બાદ રાતે રોકાણ શાંત પાણી વચ્ચે હાઉસબોટમાં.
દિવસ 6: કુમારકોમથી ત્રિવેન્દ્રમ:
હાઉસબોટથી ચેકઆઉટ કરી ત્રિવેન્દ્રમ જવા રવાના. રસ્તામાં વિશાળ જટાયુ અર્થ્સ સેન્ટર, કોવલમ બીચ અને અઝીમાલા શિવ મંદિરના દર્શન. ત્રિવેન્દ્રમ હોટેલમાં ડિનર અને રાત્રિ રોકાણ.
દિવસ 7: શ્રી પદ્મનાભસ્વામી મંદિર દર્શન અને ઝૂ:
વહેલી સવારે પાંચ વાગ્યે વિશ્વપ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરના દર્શન (ડ્રેસ કોડ ફરજિયાત: પુરુષો માટે ધોતી/પાયજામો અને મહિલાઓ માટે સાડી/ચૂડીદાર). ત્યાર બાદ તિરુવનંતપુરમ ઝૂની મુલાકાત અને હોટેલમાં નાઈટ સ્ટે.
દિવસ 8: ત્રિવેન્દ્રમથી ભોપાલ રિટર્નઃ
બ્રેકફાસ્ટ બાદ ત્રિવેન્દ્રમ એરપોર્ટ પહોંચી ભોપાલ માટે ફ્લાઇટ લઈને પ્રવાસનું સમાપન.
પેકેજમાં શું સામેલ છે અને શું નહીં?
પેકેજ વિશેની જાણકારી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ આ પેકેજમાં કઈ કઈ વસ્તુ ઈન્ક્લ્યુડ છે અને શું શું ઈન્ક્લ્યુડ નથી એની.
શું સામેલ છે:
રાઉન્ડ-ટ્રીપ ઇકોનોમી ક્લાસ એર ટિકિટ (ભોપાલ-કોચ્ચિ અને ત્રિવેન્દ્રમ-ભોપાલ), ડીલક્સ હોટેલમાં સાત રાતનું રોકાણ, એક રાત હાઉસબોટ સ્ટે, નિયત બ્રેકફાસ્ટ અને ડિનર, એસી વાહન દ્વારા લોકલ સાઇટસીઇંગ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, ટોલ, પાર્કિંગ અને GST.
શું સામેલ નથી:
મોન્યુમેન્ટ્સ/પાર્કની એન્ટ્રી ટિકિટ્સ, પેરિયારમાં બોટિંગ ચાર્જિસ, કલ્ચરલ શો ટિકિટ્સ, લોન્ડ્રી, મિનરલ વોટર કે અન્ય કોઈપણ પ્રકારના અંગત ખર્ચ.