Tue Oct 06 2026

Logo

ગદ્દાર જ્ઞાનેશે પદ છોડવું જ પડશેઃ દિલ્હીમાં રાહુલ, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવનો જબરદસ્ત 'હંગામો'

2026-10-06 15:18:06
Author: Mayur Patel
ગદ્દાર જ્ઞાનેશે પદ છોડવું જ પડશેઃ દિલ્હીમાં રાહુલ, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવનો જબરદસ્ત 'હંગામો'

નવી દિલ્હીઃ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (ખાસ સઘન સમીક્ષા અથવા SIR)નો વિરોધ અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈ દિલ્હીમાં આજે વિપક્ષ આંદોલન કરી રહ્યું છે. I.N.D.I. ગઠબંધનના નેતા સંસદના મકર દ્વારથી લઈ ચૂંટણી પંચની બિલ્ડિંગ સુધી પ્રદર્શન કરી રહ્યા છે. 

વિપક્ષના આ વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉત સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા. તમામ નેતાના હાથમાં 'સેવ માય વોટ' લખેલા સ્લોગન અને મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું માંગતા પોસ્ટર છે, જ્યાં સૌએ સરકાર અને ચૂંટણી પંચની કામગીરીને વખોડી નાખવામાં આવી હતી.

'વોટ ચોર, ગદ્દી છોડ'ના નારા લાગ્યા

વિરોધ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓએ ‘વોટ ચોર, ગદ્દી છોડ’ના નારા લગાવ્યા હતા. વિપક્ષી સાંસદો ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓ અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

રાહુલ ગાંધીએ લહેરાવ્યો તિરંગો

દિલ્હીમાં ચૂંટણી પંચ સામે ઇન્ડિ બ્લોકના વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોલીસ બેરિકેડ પર ચડી ગયા હતા. આ દરમિયાન તેમણે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને તેને લહેરાવ્યો હતો. રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો ચૂંટણી પંચની કચેરી તરફ કૂચ કરી રહ્યા હતા. સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને આગળ વધતા રોકવા માટે બેરિકેડ લગાવ્યા હતા. તે દરમિયાન જ રાહુલ ગાંધી બેરિકેડની ઉપર ચડીને તિરંગો લહેરાવતા નજરે પડ્યા હતા.

https://x.com/ANI/status/2107359211072205086

'ભાજપ જ ચૂંટણી પંચ છે

સપા પ્રમુખ અખિલેશ યાદવે પ્રદર્શન વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, જે દેશ ખાતર લડે છે તેઓ ધરપકડથી ડરતા નથી. તેમણે કહ્યું કે BJP જ CEC (ચીફ ઇલેક્શન કમિશનર) છે. દેશનો એક જ સૂર છે, CEC રાજીનામું આપે! તેમણે કહ્યું કે, ‘ONE NATION, ONE ELECTION’ની પોકળ વાતો કરનારાઓનો અસલી ઇરાદો અને ચંદીગઢ જેવી ચાલબાજી એ છે કે એક જ વારમાં ચૂંટણી કરાવીને બધું પતાવી દો, જેથી વારંવાર ગોટાળા કરવાની જરૂર જ ન પડે. ગોટાળો જેટલી ઓછી વાર થશે, પકડાઈ જવાની શક્યતા પણ એટલી જ ઓછી રહેશે.

ભાજપના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

વિરોધ પ્રદર્શન દરમિયાન TMC સાંસદ સાગરિકા ઘોષે જણાવ્યું હતું કે ખૂબ જ દબાણ છે અને જ્ઞાનેશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે કહ્યું કે જ્ઞાનેશ કુમાર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર નથી, પરંતુ BJPના મુખ્ય ચૂંટણી કમિશનર છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે પદ છોડવું પડશે

ઇન્ડિ બ્લોકના વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ સાંસદ જોતિમણિએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ લાકડીઓ અને ગોળીઓ પણ સહન કરવા તૈયાર છે, પરંતુ ચૂંટણી કમિશનરને હટાવીને જ રહેશે.
જોતિમણિએ આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમની માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઇન્ડિ બ્લોકનો આ વિરોધ ચાલુ રહેશે.