દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મંગળવારથી એટલે કે આજથી મોંઘી થઈ જશે. એરલાઇને સ્થાનિક ફ્લાઇટ્સમાં ₹1300 સુધી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ₹10,000 સુધીનો વધારાનો ફ્યુઅલ ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. નવી કિંમતો 6 ઓક્ટોબરની રાત્રે 12:01 વાગ્યાથી લાગુ થશે.
ઇન્ડિગોએ છ મહિનામાં ત્રીજી વખત ફ્યુઅલ સરચાર્જ વધાર્યો છે. આ પહેલાં એરલાઇને આ વર્ષે 14 માર્ચે અને ત્યારબાદ 1 એપ્રિલે ભાડામાં વધારો કર્યો હતો. એરલાઇનના જણાવ્યા મુજબ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલ મોંઘું થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેટ ફ્યુઅલ 1 ઓક્ટોબરથી ₹16 મોંઘું થયું
કંપનીએ ભાડું વધારવાનો નિર્ણય વિમાનોમાં વપરાતા ફ્યુઅલના મોંઘા થવાને કારણે લીધો છે. 1 ઓક્ટોબરથી સ્થાનિક એરલાઇન્સ માટે કિંમત ₹121થી વધીને હવે ₹137 થઈ ગઈ છે. એટલે કે 1 લિટર ATFની કિંમતમાં 16 રૂપિયા (લગભગ 13.2%)નો વધારો થયો છે.
IndiGo has announced a fresh recalibration of fuel charges across its domestic and international routes, effective for all new bookings made after 0001 hours on October 06, 2026. The airline stated that a sustained rise in Aviation Turbine Fuel (ATF) prices, including a recent month-on-month surge exceeding 14%, has forced a revision of its operational cost structure to offset the volatile fuel market environment. IndiGo expressed regret over the additional financial strain on its passengers but emphasized that the adjustment is a relatively modest approach to counter volatile global fuel prices.
— ANI (@ANI) October 5, 2026
ત્રણ મહિનામાં જેટ ફ્યુઅલ ₹27.28 મોંઘું
ઓગસ્ટ 2026: ₹5/લિટર
સપ્ટેમ્બર 2026: ₹6.28/લિટર
ઑક્ટોબર 2026: ₹16/લિટર
ઇન્ડિગો અનુસાર, માત્ર એક જ મહિનામાં જેટ ફ્યુઅલના ભાવ 14%થી વધુ વધી ચૂક્યા છે. તેના કારણે વિમાનમાં ભરાતું ઇંધણ હવે છેલ્લા 10 વર્ષમાં સૌથી મોંઘું થઈ ગયું છે. એરલાઇન્સ માટે સૌથી મોટો ખર્ચ જેટ-ફ્યુઅલનો હોય છે

જેટ ફ્યુઅલના ભાવ વધવાને કારણે દુનિયાભરની એરલાઇન્સે માત્ર ટિકિટના ભાવ જ વધાર્યા નથી, પરંતુ પોતાના ભાવિ નાણાકીય અંદાજો એટલે કે ફાઇનાન્શિયલ આઉટલુકને પણ પાછા ખેંચી લીધા છે.