મુંબઈઃ જાણીતી એક્ટ્રેસ અપૂર્વા મખીજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા વાયરલ થયો હતો. આ વીડિયો હવે એમના પરિવારજનો સુધી પહોંચી ગયો છે. આ વીડિયોમાં તે પોતાના બોયફ્રેન્ડને લીપકિસ કરી રહી છે. હવે અપૂર્વાના આ વીડિયો પર અનેક એવા રિએક્શન આવ્યા છે. એક્ટ્રેસ સ્પષ્ટતા કરવી પડી એવો હોબાળો મચી ગયો હતો. આ વિષય પર એક્ટ્રેસે સ્પષ્ટતા કરી છે કે, આ વીડિયો એક વર્ષ જૂનો છે. આ વીડિયો પર પેરેન્ટસની આકરી પ્રતિક્રિયા આવ્યા પછી પણ સ્પષ્ટતા કરી હતી.
માતા-પિતાને કંઈ ખબર ન હતી
એક યુટ્યુબ વીડિયો પર વાત કરતા એક્ટ્રેસ કહ્યું હતું કે, જ્યારે મને ખબર પડી કે, આ વીડિયો વાયરલ થઈ ગયો છે એ સમયે હું ટર્કીથી પરત ન્યૂયોર્ક આવી રહી હતી. લંડન એરપોર્ટ પર લેઓવર હતું. જ્યારે ફ્લાઈટ ડીલે થઈ અને એ સમયે ફોન ચેક કર્યો એ સમયે કેટલાય લોકોના આ વિષય પર મેસેજ આવી ચૂક્યા હતા. એ સમયે હું થોડા સમય માટે પરેશાન થઈ ગઈ હતી. એ સમયે અહેસાસ થયો કે, આ વીડિયો પેરેન્ટસે પણ જોઈ લીધો હશે.
Apoorva Mukhija aka The Rebel Kid is once again grabbing attention! 👀❤️ A new video from Turkey appears to show her sharing a kiss with DJ Amin Jaz, sending fans into a frenzy. The duo have been linked romantically for a while, with their cosy appearances and viral moments fueling dating rumours. While neither has officially confirmed their relationship, this latest clip has certainly got the internet talking! 🔥 What do you think is this the hard launch everyone was waiting for? 👀 🎥- @eitssxx_oo . . . #RebelKid #ApoorvaMukhija #AminJaz #IndianNews #EntertainmentNews #ViralNews #IndiaForums
— India Forums (@indiaforums) September 8, 2026
પહેલીવાર એ વીડિયો મારા માતા-પિતાએ જોયો. એને તો ખબર પણ ન હતી એ મારો બોયફ્રેન્ડ છે. એને તો આ વિષય અંગે ખાસ કોઈ અંદાજો પણ ન હતો. મને ખ્યાલ આવ્યો કે, ખરેખર મમ્મી-પપ્પાએ આ વીડિયો જોયો છે તો દિમાગ ખરાબ થઈ ગયું હતું. થોડા સમય માટે સ્ટ્રેસ આવી ગયો હતો. મને બરોબર યાદ છે કે, હું એરપોર્ટ પર હતી અને ત્યાં લાખોની સંખ્યામાં લોકો આવેલા હતા. એરપોર્ટ પર હું નીચે બેસીને રડતી હતી.
એ સમય અલગ હતો
વર્ષ 2024માં અમીનના પોડકાસ્ટમાં જ્યારે ગઈ હતી એ સમયે અપૂર્વા અને અમીન એકબીજાની સામે આવ્યા હતા. એ સમયે અમે એકબીજાને કોઈ રીતે ડેટ પણ કરતા ન હતા. એક્ટ્રેસે એ વાત પણ સ્પષ્ટ કરી કે, કેવી રીતે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં થયેલા વિવાદ બાદ લાઈફ બદલાઈ ગઈ. એ સમયે હું પરેશાન થઈ ગઈ હતી. બધુ જ કેન્સલ થતા કમબેક થવાનું વિચારી રહી હતી. હું બોલવામાં ખૂબ જ ધ્યાન રાખતી હતી તેમ છતાં મને કેમ દૂર કરી દેવામાં આવી આ અંગે મને હજુ સુધી સમજાતુ નથી. અગાઉ મેં જે બ્રાંડ ડીલ કરી હતી એના પર અસર થઈ છે. આનાથી પૈસાનો સ્ત્રોત બગડી ગયો હતો. કેન્સલ થતા કેટલીક ડીલ પણ કેન્સલ થઈ ગઈ હતી.
હું આ વિવાદ બાદ ન્યૂયોર્ક રહેવા માગતી હતી. કારણ કે, અમેરિકાનું આ શહેર ખૂબ જ ફાસ્ટ છે. અહીંયાનું જમવાનું ખૂબ સારૂ છે અને અહીંયાનું આર્કિટેક્ચર મને ગમે છે. મેં આ શહેરને દરેક વેબસીરિઝમાં જોયું છે. એટલા માટે જ મને અહીંયા રહેવાનું મન થયું છે. એક કૉલેજમાં મેં એપ્લિકેશન કરી હતી અને મારો ચાન્સ અહીંયા લાગી ગયો હતો. જે વીડિયો વાયરલ થયો એ એક પાર્ટીનો વીડિયો છે. આ વીડિયોમાં અપૂર્વા અને અસીન કિસ કરી રહ્યા છે