Thu Oct 08 2026

Logo

નોઈડા એક્સપ્રેસવે પર ચાલુ સ્લીપર બસમાં ભીષણ આગઃ 32 મુસાફરનો આબાદ બચાવ

2026-10-06 23:00:34
Author: Mumbai Samachar Team
નોઈડા એક્સપ્રેસવે પર ચાલુ સ્લીપર બસમાં ભીષણ આગઃ 32 મુસાફરનો આબાદ બચાવ

નોઈડાઃ યમુના એક્સપ્રેસ વે પર એક જ મહિનામાં બીજીવાર એવું બન્યું છે કે કોઈ બસમાં આગ લાગી હોય. નોઈડા એક્સપ્રેસ વે પર સ્લિપર બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 32 મુસાફરોને સુરક્ષિત રીતે બાહર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા, જેને લઈ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.હાલમાં આ તમામ મુસાફરો સુરક્ષિત છે. આ સમગ્ર ઘટના નૉલેજ પાર્ક નજીક બની હતી. બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ બસ દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. યમુના એક્સપ્રેસ વે પરથી પસાર થતી વખતે આ ઘટના બની હતી. 

લીકેજ બાદ આગ લાગીનું અનુમાન
બસના ફ્યૂલટેંકમાંથી લીકેજ બાદ આગ લાગી હોવાનું માનવામાં આવે છે. સૂચના મળતા જ ફાયર વિભાગ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસમાંથી મુસાફરોને યુદ્ધના ધોરણે નીચે ઊતારી દીધા હતા. પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. ક્યા કારણોસર આગ લાગી એ અંગે હજુ ખાસ કારણ સામે આવ્યું નથી. 

છેલ્લા 15 દિવસમાં ત્રીજી એવી ઘટના છે જેમાં બસમાં આગ લાગી છે. આ પહેલા 26 સપ્ટેમ્બરના રોજ ગ્રેટર નોઈડામાં મોડી રાત્રે એક ખાનગી બસમાં આગ લાગી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. આ બસ જ્યારે નોઈડાથી આગ્રા બાજુ જઈ રહી હતી એ સમયે ઘટના બની હતી. બસને રસ્તાના કિનારે અટકાવી દેવામાં આવી હતી. 

કોઈ મોટી જાનહાનિ નહીં
આ પછી અંદર બેઠેલા મુસાફરો યુદ્ધના ધોરણે નીચે ઊતરી ગયા હતા. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા આગ ક્યા કારણોસર લાગી એ અંગે તપાસ ચાલી રહી છે. અધિકારીઓ જે તે ડ્રાઈવર અને ટ્રાવેલ્સના માલિકની પૂછપરછ કરી રહ્યા છે. આ પહેલા જ્યારે 24 મી સપ્ટેમ્બરે આગ લાગી એ સમયે 9 પ્રવાસીઓના મોત નીપજ્યા હતા. ફાયર વિભાગની ગાડીએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પ્રવાસીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.