નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં અત્યારે રામલીલા મેદાનમાં કોંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધનની મહારેલી પહેલી ભાજપ દ્વારા વાક્ પ્રહારો કરવામાં આવ્યાં છે. ભાજપ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને વિપક્ષ પર નિશાન સાંધવામાં આવ્યું છે. એક્સ પર પોસ્ટ કરતી ભાજપે વિપક્ષની આ રેલીને ‘ઠગબાજોનો મેળો’ કહીને કટાક્ષ કર્યો છે. એટલું જ નહીં પરંતુ વિપક્ષ અત્યારે દેશ વિરોધી તાકાતોના ઇશારે કામ કરી રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આવો જ આરોપ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા પણ લગાવવામાં આવ્યો છે.
ભાજપે વિપક્ષની આજની રેલીને શીખોનું અપમાન ગણાવ્યું
વિગતે વાત કરીએ તો, આ પહેલા પણ ભાજપે આ દિવસે રેલીના આયોજનની જાહેરાતને શીખોનું અપમાન ગણાવ્યું હતું. ભાજપનું કહેવું છે કે, 01 નવેમ્બરના દિવસે જ શીખોનો નરસંહાર કરવામાં આવ્યો હતો, જેથી આ દિવસે રેલીનું આયોજન કરીને કોગ્રેસ પાર્ટીએ તેમની (શીખો) પીડાને ફરી એકવાર તાજી કરવાનો પ્રયાસ કર્યો છે. મૂળ વાત એ છે કે, કોંગ્રેસ સહિત વિપક્ષ દ્વારા અત્યારે જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓએ આ રેલીનો પહેલા પણ વિરોધ કર્યો અને અત્યારે પણ વિરોધ કર્યો છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાને તે આ રેલીને પહેલા જ ફ્લો શો જાહેર કરી દીધો હતો.
आज दिल्ली के रामलीला मैदान में फिर से लगने वाला है - “ठगों का मेला” मक़सद - अपनी राजनीतिक ज़मीन बचाने के लिए देश विरोधी ताकतों के इशारे पर देश में अफवाह व अराजकता फैलाना https://t.co/wi4IBfTTc9
— BJP Delhi (@BJP4Delhi) November 1, 2026
ભાજપે આ રેલીનો વિરોધ કરતા એક્સ પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી એકવાર ‘ઠગબાજોનો મેળો’ યોજાઈ રહ્યો છે. આમનો હેતુ પોતાની રાજનીતિને ચમકાવવા માટે દેશ વિરોધ તાકાતો સાથે મળીને તેમના ઇશારે દેશમાં અફવાઓ અને અરાજકતા ફેલાવવાનો છે.