મુંબઈઃ રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'ના મેકર્સ હવે પેઈડ પ્રીવ્યૂ પ્લાન કરવાના મૂડમાં છે. હવે આ પ્લાન સફળ થાય છે તો રિલીઝના એક દિવસ પહેલા જ ફિલ્મ જોવી સરળ બની જશે. આનાથી ફેન્સને અને મેકર્સને એમ બન્નેને ફાયદો થશે. રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' રિલીઝ થાય એની ફેન્સ રાહ જોઈને બેઠા છે. ઈન્ડિયામાં ક્યારે રિલીઝ થશે એ અંગે હજુ કોઈ ખાસ વિગત મળી નથી. મેકર્સના સૂત્રો જણાવે છે કે, ભારતની સાથે વિદેશમાં પણ 'રામાયણ' તા.5 નવેમ્બરના રોજ રિલીઝ કરવાનો પ્લાન છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
પેઈડ પ્રીવ્યૂનો પ્લાન
ફિલ્મને લઈને અપડેટ એવી છે કે, મેકર્સ 4 નવેમ્બરના રોજ પેઈડ પ્રીવ્યૂ શૉ પ્લાન કરી રહ્યા છે. દેશના કેટલાક શહેરમાં કેટલાક થિયેટર્સમાં ફિલ્મને પેઈડ પ્રીવ્યૂ શૉ તરીકે જોવા મળશે.એ પછી 5 નવેમ્બરના રોજ રિલીઝ થયા બાદ ફિલ્મ ફૂલફ્લેજ રીતે જોવા મળશે. પેઈડ પ્રીવ્યૂ માત્ર ભારત માટે જ નથી.એક મીડિયા રિપોર્ટમાંથી આ વાત સામે આવી છે. આ વર્ષે આવેલી ફિલ્મ 'ધુરંધર-2'ના પણ 18મી માર્ચે પેઈડ પ્રીવ્યૂ શૉ કરાયા હતા.
19 માર્ચે ફિલ્મ સંપૂર્ણ રીતે રિલીઝ કરી દેવામાં આવી હતી. આવો પ્લાન 'રામાયણ' ફિલ્મના મેકર્સ કરી રહ્યા છે. 'ધુરંધર-2' ફિલ્મને પેઈડ પ્રીવ્યૂ દ્વારા જ 43 કરોડની આવક થઈ હતી. 'રામાયણ' પણ મોટા બજેટની ફિલ્મ છે અને બે ભાગમાં આવી રહી છે. આ રીતે થયું તો 'રામાયણ'નું ક્લેક્શન પણ દમદાર થશે એવું હાલ માનવામાં આવે છે. આનાથી ફેન્સને અને મેકર્સને બન્નેને ફાયદો થવાનો છે.
પ્લાન કેવી રીતે રોલઆઉટ થશે
હજુ એ ફાયનલ નથી કે, આખરે કેવી રીતે આ પ્લાનને રોલઆઉટ કરાશે. પણ આગળના દિવસોમાં મેકર્સ કંઈક મોટો નિર્ણય કરી શકે છે. સોની પિક્ચર્સ સહિત કેટલીય આંતરરાષ્ટ્રીય સ્તરની ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ આ ફિલ્મ સાથે જોડાયેલી છે. કંપનીઓની ગ્લોબલ સ્ટ્રેટજીને લઈને પણ જાણકારી આપવામાં આવશે. મેકર્સ માટે આ પ્લાન સફળ રહ્યો તો કમાણી પણ સારી એવી થવાની છે. આગામી અઠવાયે આ અંગે સ્પષ્ટતા થઈ જશે અને મેકર્સ આ વિશે કોઈ મોટું અપડેટ આપી દેશે.
ઓવરસીઝ માર્કેટમાં ડિસ્ટ્રિબ્યુટ કરાઇ
'રામાયણ' ફિલ્મ ઓવરસીઝ માર્કેટમાં ડિસ્ટ્રિબ્યુટ કરી રહી છે. મેકર્સે આ ફિલ્મને આઈમેક્સમાં પણ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં આ ફિલ્મનું ડિસ્ટ્રિબ્યુશન કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન કરી રહી છે. 'રામાયણ' ફિલ્મ ઈન્ડિયન સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થઈ રહી છે. આ ફિલ્મનો બીજો ભાગ આગામી વર્ષે આવશે. ફિલ્મનું બજેટ 4 હજાર કરોડ હોવાનું માનવામાં આવે છે.