Thu Oct 08 2026

Logo

'ઇક્કા' અને 'શકઃ ટ્રસ્ટ નો વન' ફિલ્મોની સિક્વલ લાવવાની મેકર્સે જાહેરાત કરીઃ જાણો વિગતો

2026-10-04 19:48:27
Author: Mumbai Samachar Team
'ઇક્કા' અને 'શકઃ ટ્રસ્ટ નો વન' ફિલ્મોની સિક્વલ લાવવાની મેકર્સે જાહેરાત કરીઃ જાણો વિગતો

મુંબઈઃ વર્ષ 2026 ફિલ્મોની સિક્વન્સનું વર્ષ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. મોટા ભાગની અગાઉ બનેલી ફિલ્મોના બીજા-ત્રીજા ભાગ આ વર્ષે રિલીઝ થઈ રહ્યા છે. આ યાદીમાં હવે જાણીતા મેકર્સે પોતાની અગાઉની ફિલ્મનો બીજા ભાગ તૈયાર કરવાનું એલાન પણ કરી દીધું છે. વાત છે આ વર્ષે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ 'ઈક્કા'ની. 

સની દેઓલ અને અક્ષય ખન્નાની ફિલ્મે જોરાદાર ચર્ચા જગાવી હતી. કોર્ટરૂમ ડ્રામામાં બન્નેના અભિનયના વખાણ થયા હતા. સ્ટોરી અને એક્ટિંગ બન્ને ફેન્સને ખૂબ જ ગમ્યા હતા. આ પછી ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થેયલી 'શકઃ ટ્રસ્ટ નો વન' પણ લોકોને ખૂબ ગમી હતી. ખાસ કરીને એક લાંબા બ્રેક બાદ કમબેક કરી રહેલી એક્ટ્રેસ પરિણીતી ચોપરાનો અભિનય લોકોને ખૂબ ગમ્યો હતો. 

બીજો ભાગ તૈયાર થઈ રહ્યો છે
આ બન્ને ફિલ્મને મળેલા દમદાર પ્રતિસાદ બાદ હવે ફિલ્મનો બીજો પાર્ટ આવશે એવું મેકર્સે એલાન કરી દીધું છે. બન્ને ફિલ્મના પ્રોજેક્ટ સાથે મેકર્સે ફેન્સને સરપ્રાઈઝ આપવાનું પણ એલાન કર્યું છે. મેકર્સે ખાતરી આપી છે કે, 'ઈક્કા' અને 'શકઃ ટ્રસ્ટ નો વન' બંન્નેની સિક્વલ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. મેકર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, 'ઈક્કા'એ તો રોકોર્ડ બ્રેક કર્યા હતા હવે 'ઈક્કા-2'નો વારો છે. 
વિષય અને વાર્તા અંગે હજુ સસ્પેન્સ યથાવત્ છે પણ ફેન્સને ચોંકાવનારૂ કંઈક તો મોટું પરિબળ હશે.

આ ઉપરાંત, 'શક' ફિલ્મે પણ રેકોર્ડ બનાવ્યો હતો. હવે ફિલ્મનો બીજો ભાગ બનાવવા તૈયારીઓ થઈ રહી છે. મેકર્સે ખાતરી આપી છે કે, 'શક' ફિલ્મમાં જે સ્ટોરી હતી એ બીજા ભાગમાં આગળ નહીં વધે. અલગ વિષય અને વાર્તા સાથે સ્ટોરી લઈને આવશે. નવી કહાની સાથે ફિલ્મ આવશે. 'ઈક્કા'ની સ્ટોરી એક સફળ વકીલની આસપાસ ફરે છે. અસલી પરીક્ષા પોલિસી અને મોરલ્સ પર આવે છે ત્યારે થાય છે. કરિયરનો સૌથી મોટો કેસ હાથમાં લે છે ત્યારે જે ઘટનાઓ બને છે એની આ સ્ટોરી છે. 

શકની સ્ટોરી આવી છે
કોર્ટમાં શરૂ થયેલી લડાઈ ધીમે ધીમે વ્યક્તિગત સંઘર્ષમાં બદલી જાય છે. આ દરમિયાન એક પાત્રની વફાદારી, પરિવારના ઈમોશન્સ તથા એક બલિદાન અંગેની વાત છે. જ્યારે ફિલ્મ 'શક'માં એક લાચાર માતાની વાત છે. આ રોલ પરિણિતી ચોપરાએ જાનદાર રીતે પ્લે કર્યો છે. સ્ટોરીમાં જ્યારે એક માતા પોતાના સંતાનને જન્મ આપે છે એ જ સમયે સંતાનનું અપહરણ થઈ જાય છે. 
8 વર્ષ બાદ માતાને ખ્યાલ આવે છે કે, ખરેખર એનું સંતાન જીવીત છે.

તપાસ કરવામાં આખરે પ્રયાસો ઓછા પડે છે કે, સિસ્ટમ સામે સવાલ આ ફિલ્મમાં દર્શાવાયું છે. મા પોતાના સંતાનની સુરક્ષા માટે અને પરત મેળવવા માટે કેવા કેવા પરિક્ષણમાંથી પાસ છે એની આખી વાર્તા છે. આ ફિલ્મમાં પરિણિતી અને જેનિફર વિંગેટ લીડ રોલ પ્લે કરી રહ્યા છે. જ્યારે સોની રાજદાન, અનુપ સોની અને તાહિર ભસીન, ધ્રુવ ચૌધરી તથા સુમિત વ્યાસ જેવા કલાકારોનો એક અલગ અંદાજ જોવા મળવાનો છે.