Sat Sep 05 2026

Logo

પીએમ મોદી સાથે મીટિંગ બાદ ભારતને આપેલું વચન ભૂલી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, સર્જિયો ગોરનો ખુલાસો

2026-08-24 12:32:00
Author: Mumbai Samachar Team
પીએમ મોદી સાથે મીટિંગ બાદ ભારતને આપેલું વચન ભૂલી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, સર્જિયો ગોરનો ખુલાસો

નવી દિલ્હી: ભારતમા અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ફ્રાંસમાં G-7 સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઇ. આ મીટિંગ દરમ્યાન પ્રેસ મીટને લઇને ભારતે  કોઇ સવાલ ન પૂછવા માટે કહ્યું હતું.

સર્જિયો ગોરે શનિવારે  'ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ'માં કહ્યુ કે ટ્રમ્પ પહેલા તો માની ગયા પરંતુ બાદમાં તે એ વાત ભૂલી ગયા અને પત્રકારોને સવાલ માંગી લીધા. આના કારણે આ વાતચીત 45 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં ફેરવાઇ ગઇ જેમા ઘણાં મહત્વના સવાલ કરવામાં આવ્યા. આ દરમ્યાન પીએમ મોદી ટ્રમ્પની બાજુમાં જ બેઠા હતા.

G7 સમિટ દરમ્યાન થઇ હતી પીએમ મોદી-ટ્રમ્પની મીટિંગ

પ્રધાનમંત્રી મોદી અને યૂએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત 17 જૂને ફ્રાંસમાં G7 સમિટ દરમ્યાન થઇ હતી. ટ્રમ્પની સાથે મુલાકાત પહેલા વાતચીતનો ઉલ્લેખ કરતા સર્જિયો ગોરે કહ્યું કે અમે સ્ટેજની પાછળ હતા અને એક સમયે ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ અને હું જ ત્યાં હતા. તેમણે પૂછ્યું કે ભારતીય પક્ષ કયા મુદ્દા ઉઠાવશે. અમે કેટલાક વિષયો પર ચર્ચા કરી

'ભારત નહોતું ઇચ્છતું પ્રેસ મીટમાં કોઇ સવાલ પૂછવામાં આવે'

ભારતમાં યૂએસ એમ્બેસેડરે વધુમાં કહ્યું કે ટ્રમ્પે પૂછ્યું કે શું દિલ્હીની કોઇ માંગ છે? અમે જણાવ્યું કે ભારતીય વિદેશ મંત્રાલયની એક માંગ હતી કે અમે મીડિયાને બોલાવીએ  પરંતુ સંપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ નહીં કરીએ. સર્જિયો ગોરે જણાવ્યું કે તેમણે ભારતની માંગને સીધા ટ્રમ્પને જણાવી દીધી હતી. ગોરે કહ્યું કે મેં યૂએસ રાષ્ટ્રપતિને કહ્યું કે ભારતીય પક્ષ ઇચ્છે છે કે પ્રેસ મીટમાં કોઇ સવાલ ન લેવામાં આવે.આની પર ટ્રમ્પે કહ્યું કે ઠીક છે, કોઇ વાંધો નહીં. ત્યારબાદ પત્રકારો અને કેમેરાની હાજરીમાં બેઠક શરુ થઇ.