Sun Aug 23 2026

Logo

'રાકા'માં હવે વિલનની એન્ટ્રી ફાઈનલ, અલ્લુ અર્જુન સાથે હોલિવૂડનો ક્યો સ્ટાર દેખાશે?

2026-08-23 20:24:23
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની નવી ફિલ્મ 'રાકા'માં વિલનની એન્ટ્રી થઈ ચૂકી છે. લાંબા સમય સુધી ફિલ્મન સ્ટારકાસ્ટ અંગે સસ્પેન્સ રાખ્યા બાદ મેકર્સે અલ્લુ અર્જુન સિવાય પણ કલાકારોના નામ પર મહોર મારી દીધી છે. આ ફિલ્મનું શુટિંગ પણ શરૂ થઈ ગયું છે. અલ્લુ અર્જુન પોતાના શેડ્યુલનું શુટિંગ શરૂ કરી ચૂક્યો છે. આ ફિલ્મમાં અલ્લુનો એક અલગ અંદાજ જોવા મળશે. સૂત્રો કહે છે કે, આ લૂક પુષ્પા કરતા એકદમ અલગ રહેવાનો છે. ફિલ્મમાં વિલન તરીકે જીમ સરભ પર પસંદગી ઊતરાવામાં આવી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ એક્ટ્રેસ તરીકે છે. 

હોલિવૂડ સ્ટારની એન્ટ્રી
જ્યારે વિલન તરીકે જીમ સરભની એન્ટ્રી ફાઈનલ મનાય રહી છે. વાવડ એવા મળી રહ્યા છે કે, જીમને કોઈ કારણોસર ઈજા પહોંચી છે છતા તે શુટિંગનું કામ પૂર્ણ કરી રહ્યો છે. ફિલ્મનો શેડ્યુલ મુંબઈમાં ફિક્સ કરવામાં આવ્યો છે. મુંબઈમાં સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં શુટિંગ ચાલી રહ્યું છે. દીપિકા અને અલ્લુ અર્જુન પહેલીવાર સ્ક્રિન શૅર કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકાનો લૂક પણ પહેલાની ફિલ્મ કરતા અલગ રહેવાનો છે. આ ફિલ્મમાં હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથ પણ જોવા મળશે. આ ફિલ્મમાં એક ખુંખાર વિલન તરીકે જીમ સરભ જોવા મળશે. વિલ સ્મિથ તરફથી હાલ તો કોઈ સત્તાવાર વાત સામે આવી નથી. મેકર્સે પણ તો વાત નક્કી કરી નથી. માત્ર સૂત્રોમાંથી આ વિગત મળી છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. પહેલા પહેલો ભાગ અને પછી બીજો. 

અલગ અલગ ટાઈમઝોન દેખાશે
ફિલ્મમાં બે અલગ અલગ ટાઈમઝોન જોવા મળશે. બન્ને ભાગમાં જુદી જુદી એક્ટ્રેસની પસંદગી કરવામાં આવી છે. બીજા ભાગમાં અત્યારે મૃણાલ ઠાકુરનું નામ ફિક્સ મનાય રહ્યું છે.  જ્યારે જાહ્નવી કપૂર અને રશ્મિકાની પણ પસંદગી કરવામાં આવી છે. ફિલ્મમાં એનો રોલ કેવો હશે એને તે ક્યા પાત્રમાં હશે એ હજુ નક્કી નથી. આ ફિલ્મનું બજેટ 1000 કરોડનું હોવાનું માનવામાં આવે છે. ફિલ્મના ટિઝર અંગે અને ફિલ્મ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી. એટલું ફિક્સ મનાય રહ્યું છે કે, ફિલ્મમાં કોઈ નવી સ્ટોરી હોઈ શકે છે. ફિલ્મને લઈને અલ્લુ અર્જુન પણ ઘણી મહેનત કરી રહ્યો છે.