Mon Oct 05 2026

Logo

ઓમાનમાં રોડ અકસ્માતમાં એક ભારતીયનું મોત, નવ ઘાયલ

Muscat   2026-08-23 17:01:00
Author: Chandrakant Kanoja
ઓમાનમાં રોડ અકસ્માતમાં એક ભારતીયનું મોત, નવ ઘાયલ

પ્રતીકાત્મક તસવીર


મસ્કત: ઓમાનમાં રોડ અકસ્માતમાં એક ભારતીયનું મોત થયું છે અને નવ લોકો ઘાયલ થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ  શનિવારે સુલતાન સૈયદ બિન તૈમૂર સ્ટ્રીટ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં વાહનને બેલેન્સ ગુમાવતા રોડ પરથી નીચે ઉતરી ગયું હતું 

આ અંગે રોયલ ઓમાન પોલીસે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે પોલીસ એર વિંગે અલ હમરા ગવર્નરેટથી બે ઘાયલ વ્યક્તિઓને નિઝવા હોસ્પિટલમાં લઈ જવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું.

સારવાર માટે નિઝવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા 

આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ભારતીય મૂળના નવ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને  સારવાર માટે નિઝવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતના કારણ અંગે વધુ વિગતો આપી ન હતી. આ અગાઉ અહેવાલ આપ્યો હતો કે અધિકારીઓએ તોફાન, ભારે વરસાદ અને ધૂળને કારણે હાઇવે પર  લો વિઝિબિલિટી અંગે ચેતવણીઓ જાહેર કરી હતી.