સારા ભવિષ્ય અને પરિવારના સારા દિવસોની આશાએ અમેરિકા ગયેલા પંજાબના એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ કપૂરથલા જિલ્લાના કસ્બા બેગોવાલ નિવાસી 28 વર્ષીય ગુરદીપ સિંહ તરીકે થઇ છે. ઘટના બાદ પરિવાર શોકમાં છે. આખા ગામમાં માતમ છવાયો છે.
પિત્ઝા ડિલીવરી દરમ્યાન બની ઘટના
જાણકારી અનુસાર ઘટના ન્યૂયોર્કના રિચમંડ સ્ટ્રીટ વિસ્તારની છે. ગુરદીપ ગત રાતે પિત્ઝા ડિલીવરી માટે નીકળ્યો હતો. દરમ્યાન રસ્તામાં એક અજાણ્યો હથિયાર બંધ શખ્સે તેને ગોળી મારી. જેના કારણે સ્થળ પર જ તેનું મૃત્યુ થઇ ગયું. પરિવારના સભ્યોને આશંકા છે કે હુમલાખોર લૂંટના ઇરાદે આવ્યો હતો. જો કે હત્યાનુ સાચુ કારણ અમેરિકાના પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
લોન લઇને ગયો હતો વિદેશ, દિવસ-રાત કરતો હતો મહેનત
મૃતકના પિતા પ્યારા લાલે રડતી આંખે કહ્યું કે તેમનો પુત્ર 13 વર્ષ પહેલા પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે દેવું કરીને અમેરિકા ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ ગુરદીપે અનેક મુસ્કેલીઓનો સામનો કર્યો પરંતુ તે પરિવારને સારા દિવસો બતાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યો હતો.
ગુરદીપ હજુ અપરણિત હતો. પંજાબમાં તેમના પિતા અને ભાઇ ડીજે નું કામ કરી ઘરનો ખર્ચ ચલાવતા હતા. યુવાન પુત્રના અચાનક મોતથી પરિવારના સભ્યોને રોઇ રોઇને ખરાબ હાલત થઇ ગઇ છે.
સરકાર પાસે શબ પાછા લાવવાની માંગ
આ દુઃખદ ઘટના બાદ પીડિત પરિવારે પંજાબ અને કેન્દ્ર સરકાર પાસે ભાવુક અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે ગુરદીપના શબને જલદીથી જલદી ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.