Tue Aug 25 2026

Logo

ઓપરેશન સિંદૂરમાં ખંડેર બનેલું આતંકી ઠેકાણું તૈયાર કરાયુ!પાકિસ્તાન સરકારે કેટલું ફંડ આપ્યું એ રકમ સામે આવી

Karachi   2026-08-23 15:55:42
Author: Mumbai Samachar Team
ઓપરેશન સિંદૂરમાં ખંડેર બનેલું આતંકી ઠેકાણું તૈયાર કરાયુ!પાકિસ્તાન સરકારે કેટલું ફંડ આપ્યું એ રકમ સામે આવી

કરાંચીઃ પાકિસ્તાનમાં કંઈક તો મોટું થવાનું છે. આ વાતના એંધાણ એના પરથી લગાવી શકાય જ્યારે સત્તાના એપી સેન્ટર સમા રાવલપિંડીમાં પાકિસ્તાન સૈન્યનો કાફલો ઊતારી દેવામાં આવ્યો છે. બીજી તરફ ઑપરેશન સિંદૂરમાં ક્રેશ થયેલી સાઈટ મરકઝ ફરી તૈયાર થઈ ગઈ છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ઑપરેશન સિંદૂર વખતે ભારતીય વાયુસેનાએ બોંબમારો કર્યો હતો. આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે પોતાનો અડ્ડો મરકઝ સુભાનલ્લાહ સંપૂર્ણ રીતે તૈયાર કરી લીધો છે. ભારતીય સૈન્ય ઑપરેશનમાં સંપૂર્ણ રીતે આનો ખતમો કર્યા બાદ આને પાકિસ્તાન સરકારના આર્થિક સહયોગથી તૈયાર કરાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. 

નવો સેન્ટ્રલ હોલ તૈયાર થઈ ગયો
એક વીડિયોમાંથી એ વાતની ખાતરી થઈ છે કે, આ હુમલામાં તૂટેલા બે ગુંબજનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું છે. અંદરનો સેન્ટ્રલ હોલ તૈયાર કરાયો છે. પ્લાસ્ટરવાળી દિવાલ, ચમકતી પ્લેટ અને બાહરથી મંગાવવામાં આવેલા માર્બલથી રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ ખૂબ જ મોટો હોલ હોવાનું જાણવા મળ્યું છે જ્યાં આત્મઘાતી હુમલાખોરોને તૈયાર કરવામાં આવતા હતા.ભારતીય સૈન્ય દ્વારા આ અડ્ડાને નુકસાન થયું હતું એ હવે છુપાવી દેવામાં આવ્યું છે.

શરૂઆતમાં માત્ર એવા ઈનપુટ હતા કે અહીંયા માત્ર બાંધકામ ચાલું થયું છે પણ હવે આ અડ્ડો ફરીથી તૈયાર થઈ ગયો છે. ભારતીય વાયુસેનાએ જ્યારે હુમલો કર્યો ત્યારે ગુંબજ તૂટી ગયું હતું અને હોલ પથ્થર, કાળમાળ અને સિમેન્ટથી ભરાઈ ગયો હતો. જેને હવે સાફ કરીને નવેસરથી તૈયાર કરવામાં આવ્યો છે. હુમલાના 15 મહિના બાદ આતંકી અડ્ડો ફરીથી ધમધમવા લાગ્યો છે. બહાવલપુર સ્થિત આ અડ્ડો જૈશનું એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. 

કોણ સંભાળે છે આતંકી અડ્ડો?
પાકિસ્તાનનું તંત્ર ડાયરેક્ટ જૈશ એ મોહમ્મદને રોકડા પૈસા આપીને આ બધુ કરાવે છે. આ માટે 25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સરકારી ફંડમાંથી મળેલી આ રકમ આતંકી ઠેકાણાને ઊભા કરવામાં વપરાઈ છે. 11 કરોડ રૂપયાનો ખર્ચ આતંકી સંગઠને સેન્ટ્રલ હોલ તૈયાર કરવા પાછળ વાપરી નાખ્યા છે. આ સિવાય આસપાસની તૂટી ગયેલી ઈમારત, બ્રેનવોશિંગ સેન્ટર તરીકે જાણીતું મદરેસા અલ સાબિર અને આતંકવાદીઓને રહેવા માટેના ક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે.

હુમલામાં જે કંઈ વસ્તુઓ નાશ પામી હતી એને ત્યાંથી હટાવી દેવામાં આવી છે અને નવો અડ્ડો તૈયાર થઈ ગયો છે. ઈનપુટ એવા મળ્યા છે કે, જૈશ એ મોહમ્મદના આતંકી મસુદ અઝહર બીમાર હોવાના કારણએ અહીંયા જે તે એક્ટિવિટીથી દૂર છે.સમગ્ર અડ્ડાનું કામકાજ એનો ભાઈ કમાંન્ડર તલહા અલ સૈફ અને મોઈનુદ્દિન ઔરંગઝેબ ઉર્ફે અમ્માર અલ્વીને સોંપી દેવામાં આવ્યું છે. આ માહોલ વચ્ચે માસ્ટર માઈન્ડ અઝહર તથા એનો ભાઈ રઉફ અસગર પાકિસ્તાન સરકારના સુરક્ષિત ઠેકાણા પર સેફ છે. તેઓ સિંધના નવાબશાહ જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે.