Sat Sep 05 2026

Logo

પુતિનની સાથે જિનપિંગ પણ આવશે ભારત? ડોભાલનો માસ્ટર સ્ટ્રોક ડિકોડ

2026-08-24 14:43:00
Author: Mumbai Samachar Team
પુતિનની સાથે જિનપિંગ પણ આવશે ભારત? ડોભાલનો માસ્ટર સ્ટ્રોક ડિકોડ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે બેઇજિંગના પ્રવાસે જઇ રહ્યા છે. અજીત ડોભાલ ચીનમાં 24મા ભારત-ચીન સ્પેશ્યલ રિપ્રેઝેન્ટેટિવ બેઠકમાં ભાગ લેશે, જ્યાં તેમની સંભવિત મુલાકાત ચીનના વિદેશ મંત્રીની સાથે થઇ શકે છે. આ મુલાકાત દરમ્યાન ભારત-ચીન સીમા સંબંધિત મુદ્દા પર ચર્ચા થશે. બન્ને દેશો આ વાતચીતના ક્રમનું પાલન સતત કરતા આવ્યા છે. ખાસ કરીને ડોકલામ વિવાદ બાદ SR લેવલ વાતચીતનું મહત્વ વધી ગયું છે.

અજીત ડોભાલ એવા સમયે ચીનની યાત્રા પર છે જ્યારે SCO સમિટનું આયોજન કિર્ગિસ્તાનમાં પ્રસ્તાવિત છે. જ્યાં ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રીના સામે થવાની પણ શક્યતા છે. ભારત અને ચીનના સંબંધોમાં સુધારો ત્યારે આવ્યો જ્યારે પ્રધાનમંત્રી મોદીએ  2025માં ચીનની યાત્રા કરી હતી. તે પહેલા રશિયામાં બ્રિકસની સાઇડલાઇનમાં બન્ને નેતાઓની લાંબા સમય બાદ પહેલી મુલાકાત થઇ હતી. બન્ને નેતાઓએ ભારત અને ચીનના દ્ધિપક્ષીય સંબંધોની ચર્ચા કરી હતી અને અધિકારીઓને ઘણાં મહત્વના નિર્દેશ આપ્યા હતા.

આ મુદ્દા પર થશે ચર્ચા

એવું કહેવાય છે કે અજીત ડોભાલની ચીન યાત્રા દરમ્યાન ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત થઇ શકે છે. જો કે SR લેવલ વાતચીતનો મુખ્ય એજન્ડા સીમા સંબંધિત મુદ્દા જ બતાવવામાં આવે છે. પરંતુ હાલના વૈશ્વિક મુદ્દા પર પણ આવી મુલાકાતો દરમ્યાન ચર્ચા થઇ જ જાય છે.

પુતિનની સાથે શી જિનપિંગ પણ આવશે ભારત?

એટલું જ નહીં સપ્ટેમ્બરમાં ભારત બ્રિક્સ શિખર સમ્મેલનનું પણ આયોજન કર રહ્યું છે. બ્રિક્સ શિખર સમ્મેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. ત્યારે શું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ બ્રિક્સ માટે ભારત પ્રવાસે આવશે? આ સવાલનો જવાબ કદાચ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની આ ચીન યાત્રા બાદ મળી શકે છે. 

કુલ મળીને અજીત ડોભાલની ચીન યાત્રાનું ટાઇમિંગ ઘણું મહત્વપૂર્ણ છે. બેજિંગમાં અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રીની મુલાકાત બાદ બન્ને દેશોના નિવેદનની રાહ જોવાશે.