ન્યૂ યૉર્કઃ 2016માં યુએસ ઓપન જીતનાર સ્વિસ ખેલાડી સ્ટૅન (Stan) વૉવરિન્કાની ગ્રેન્ડ સ્લૅમની કારકિર્દીનો અકાળે અંત આવી ગયો છે. અહીં યુએસ ઓપનની હજી તો માંડ શરૂઆત થઈ ત્યાં વૉવરિન્કાનો મૅટિયો બેરેટિની સામે 4-7, 3-7, 0-6થી પરાજય થયો હતો.
41 વર્ષનો વૉવરિન્કા ત્રણમાંનું છેલ્લું ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ 10 વર્ષ પહેલાં યુએસ ઓપનમાં જીત્યો હતો જેમાં તેણે ફાઇનલમાં નોવાક જૉકોવિચને પરાજિત કર્યો હતો. એ પહેલાં, વૉવરિન્કા 2014માં ઑસ્ટ્રેલિયન ઓપન અને 2015માં ફ્રેન્ચ ઓપન જીત્યો હતો. વિમ્બલ્ડનમાં તે ક્યારેય ક્વૉર્ટર ફાઇનલથી આગળ નહોતો વધી શક્યો. જૉકોવિચ રવિવારે પરાજિત થતાં યુએસ ઓપનની બહાર થઈ ગયો હતો.
AP
દરમ્યાન યુએસ ઓપન (US Open)ના મહિલાઓના વર્ગમાં તાજેતરની વિમ્બલ્ડન ચૅમ્પિયન ચેક રિપબ્લિકની લિન્ડા નૉસ્કોવાએ યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં અમેરિકાની કૅટી વૉલીનેટ્સને 7-5, 6-1થી હરાવીને બીજા રાઉન્ડમાં આસાનીથી પ્રવેશ કર્યો હતો. ગયા વર્ષે નૉસ્કોવા આ સ્પર્ધાના ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ હતી.
અન્ય એક મૅચમાં જાપાનની નાઓમી ઑસાકાએ ઍનાસ્તાસિયા ઝખારોવાને 8-6, 7-3થી હરાવીને નવા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.