ગોળીબાર બાદ ભાગેલા ત્રણેય આરોપી કાંદિવલીથી કૅબમાં સીધા સુરત પહોંચ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જુહુમાં અભિનેતા ટાયગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યા ભાગી છૂટેલા હુમલોખોરો અંધેરી સ્ટેશન નજીક બાઇક છોડીને કાંદિવલી પહોંચ્યા હતા. કાંદિવલથી કૅબ કરીને સીધા સુરત પહોંચેલા ત્રણેય આરોપીનો જયપુરથી બસમાં દિલ્હી અને ત્યાંથી સરહદ ઓળંગીને નેપાળ ભાગી છૂટવાનો પ્લાન હતો, પરંતુ કોટા રેલવે સ્ટેશન પર તેઓ પોલીસના હાથમાં ઝડપાઇ ગયા હતા અને તેમની યોજના પર પાણી ફરી વળ્યું હતું.
કોટાનાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તેજસ્વિની ગૌતમે જણાવ્યું હતું કે બિહારના બેગુસરાઇના રિતિક ઉર્ફે રોશન, હરિયાણાના સોનીપતના રેહાન અન્સારી અને ફુલ સિંહને પુણે-જયપુર એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહ્યા હતા અને ટ્રેન સોમવારે સવારે 1017 વાગ્યે કોટા રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે જનરલ કોચમાંથી ત્રણેયને તાબામાં લેવાયા હતા.
Rajasthan Police | Tiger Shroff | टायगर श्रॉफ प्रकरणात तिघांना अटक, राजस्थान पोलिसांची मोठी माहिती #TigerShroff #TigerShroffFiring #Kota #RajasthanPolice #MumbaiFiring #TigerShroffNews #BreakingNews #MumbaiNews #MarathiNews #MumbaiSamacharMarathi https://t.co/cDkgkvFfki
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 19, 2026
સુરત સ્ટેશનથી પુણે-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પકડી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જુહુમાં ફિલ્મ અભિનેતા પર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ બાઇક પર ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને અંધેરી સ્ટેશન નજીક પહોંચ્યા હતા. અંધેરી સ્ટેશનથી ટ્રેન પકડીને આરોપીઓ કાંદિવલી સ્ટેશન પર ઊતર્યા હતા. કાંદિવલીથી તેઓ કૅબમાં સુરત જવા રવાના થયા હતા. સુરત પહોંચ્યા બાદ તેઓ ત્યાં જમ્યા હતા અને સુરત સ્ટેશન પરથી તેમણે પુણે-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પકડી હતી.
Tiger Shroff Car Firing News : Anil Pandit च्या Viral Audio Clip मध्ये नेमकं काय? | Bollywood Industry | Tiger Attack Audio Viral #TigerShroff #TigerShroffNews #LawrenceBishnoiGang #AnilPandit #SalmanKhan #JuhuFiring #MumbaiCrime #BreakingNews #MarathiNews #MumbaiSamacharMarathi https://t.co/ikIqQiYge1
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 19, 2026
આરોપીને પકડવા 20 વિશેષ ટીમ તૈયાર કરાઇ
જુહુમાં ટાયગર શ્રોફ પર ત્રણમાંથી બે આરોપીએ ગોળીબાર કર્યો હતો, જેમાં અભિનેતાના ડ્રાઇવર સહિત બે જણ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ જુહુ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા પોલીસની 20 વિશેષ ટીમ તૈયાર કરાઇ હતી અને ગુનામાં વપરાયેલી બાઇક રાતે અંધેરી સ્ટેશન નજીકથી મળી આવી હતી.
Tiger Shroff Car Firing Case : मुंबईत टायगर श्रॉफवर गोळीबार; प्रत्यक्षदर्शी महिलेने सांगितला अनुभव | Salma Sheikh #TigerShroff #TigerShroffNews #MumbaiFiring #SalmaShaikh #JuhuFiring #MumbaiPolice #BollywoodNews #BreakingNews #MarathiNews #MumbaiSamacharMarathi https://t.co/qLRKIJM041
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 19, 2026
પોલીસની ટીમ આરોપીઓનો તાબો લેવા માટે રવાના
સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપીઓ સુરત તરફ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીઓની હિલચાલ પર નજર રાખી હતી અને રાજસ્થાન પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જેને પગલે કોટા રેલવે સ્ટેશન પર પોલીસ ટીમે ઑપરેશન હાથ ધરી પંદર મિનિટમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મુંબઈ પોલીસની ટીમ આરોપીઓનો તાબો લેવા માટે રવાના થઇ હતી. કોટા પોલીસે આરોપીઓને મુંબઈ પોલીસને હવાલે કર્યા હતા અને ત્યાર બાદ કોર્ટ પાસેથી તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવાયા હતા.
Tiger Shroff Firing Case : टायगर श्रॉफ गोळीबार प्रकरण : कोण आहे अनिल पंडित? | Who is Anil Pandit? #TigerShroff #AnilPandit #SalmanKhan #LawrenceBishnoi #MumbaiNews #BollywoodNews #CrimeNews #MumbaiSamacharMarathi #MarathiNews #BreakingNews https://t.co/cQIQTJ8hwf
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 19, 2026
રેહાન અન્સારી ગેન્ગસ્ટર અનિલ પંડિતના સંપર્કમાં હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી રેહાન અન્સારી ગેન્ગસ્ટર અનિલ પંડિતના સંપર્કમાં હતો અને રેહાને સોનીપતથી ફુલ સિંહને પોતાની સાથે લીધો હતો. તેઓ મુંબઈ આવ્યા હતા અને પોતાના સાથીદાર રિતિક કુમાર સાથે રોકાયા હતા. તેમણે અભિનેતાની હિલચાલ પર નજર રાખી હતી અને પાંચ દિવસમાં બે વાર વિસ્તારની રૅકી કરી હતી.