લાસ વેગસ (અમેરિકા): મહારાષ્ટ્રના સરવડે (Sarawade) ગામમાં જન્મેલો અને ભારતીય ભૂમિ દળમાં હવલદારની રૅન્ક ધરાવતો બાવીસ વર્ષનો વિશ્વજીત મોરે અન્ડર-23 વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ બન્યો છે.
SILVER FOR VISHVAJIT MORE! Vishvajit More falls agonisingly short of gold, losing to Georgia’s Koba Karumidze in the U23 World Championships 55kg Greco-Roman final. A valiant fight till the final second! #Wrestling #U23WorldChampionships #VishvajitMore #IndiaSportsHub
— IndiaSportsHub (@IndiaSportsHub) October 15, 2026
મોરે આ અગાઉ આ જ ચૅમ્પિયનશિપમાં ગ્રીકો-રોમન કૅટેગરીમાં બે વખત બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો, પણ સિલ્વર મેડલ પહેલી જ વખત જીત્યો છે. તે ઐતિહાસિક ગોલ્ડ મેડલ મેળવી શકે એમ હતો, પણ જ્યોર્જિયાના કૉબા કારુમિદ્ઝે સામેની રસાકસીભરી ફાઇનલમાં તે 12-13થી હારી ગયો હતો.
HISTORY MADE! Vishvajit More becomes the first Indian Greco-Roman wrestler to reach a U23 World Championships Final in the 55kg category. He defeats Russia’s Malik Gigiev 7-4. ONE MORE STEP TO GOLD! https://t.co/ohNPgJkOc9
— Sports Apna 🇮🇳 (@sportsapna1) October 14, 2026
મોરે (More) સિલ્વર જીત્યો એ ઉપરાંત આ સ્પર્ધામાં ભારતના જ કોમલ અને દિક્ષા મલિક બ્રૉન્ઝ મેડલ જીતવાની રેસમાં હતા. મોરેએ આ ચૅમ્પિયનશિપમાં મેક્સિકોના આઇઝેક મૅરિન માટાને 10-8થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેણે અન્ડર-20 વર્લ્ડ ચૅમ્પિયન આર્મિન શામ્સીપૉરને 8-1થી પરાજિત કરીને સનસનાટી મચાવી દીધી હતી.
મોરેએ સેમિ ફાઇનલમાં મલિક ગિગિવને 7-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ગોલ્ડ મેડલથી તે એક જ ડગલું દૂર હતો. જોકે સિલ્વર મેડલ પણ તેના અને ભારત માટે ઐતિહાસિક છે.