Wed Oct 14 2026

Logo

હોર્મુઝની ખાડીમાં 2,500થી વધુ કન્ટેનર ભરેલું જહાજ ડૂબ્યું! ટનલ સાથેની અથડામણ બાદ લાગી આગ...

Tehran   2026-10-14 21:55:08
Author: Mumbai Samachar Team
હોર્મુઝની ખાડીમાં 2,500થી વધુ કન્ટેનર ભરેલું જહાજ ડૂબ્યું! ટનલ સાથેની અથડામણ બાદ લાગી આગ...

The Independent


તેહરાનઃ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. સમુદ્રી ટનલ સાથે માહવાહક જહાજ અથડાતા વિસ્તાર ધુમાંડામાં ફેરવાયો હતો. 2500 કંટેનર લઈને જઈ રહેલું માલવાહક જહાજ સમુદ્ર વચ્ચે ડૂબી ગયું હતું. આ ઘટના અંગેની જાણકારી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ નૌસેના દ્વારા આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, બુધવારે આ ઘટના બની હતી. સમુદ્રી ટનલ સાથે અથડાતા જહાજમાં એકાએક આગ લાગી ગઈ હતી.

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થયા બાદ પહેલી ઘટના બની છે જેમાં રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પસે કોઈ જહાજ અંગેની વિગતવાર માહિતી આપી છે. સૈન્યે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યારે ઈરાનના ગાર્ડે સમુદ્ર વચ્ચે રહેલા જહાજમાંથી નીકળતા ધુમાંડા જોયા એ સમયે ખ્યાલ આવ્યો હતો. 

ટનલ સાથે અથડાયું
પછી તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે, હોર્મુઝમાંથી પસાર થતી વખતે જહાજ સમુદ્રી ટનલને અથડાઈ ગયું હતું. આ જહાજની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જોરશોરથી શૅર થઈ રહી છે. કન્ટેરમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જહાંજમાંથી ખૂબ જ ધુમાંડો નીકળી રહ્યો હતો. ધીમે ધીમે જહાજ ડૂબવા લાગ્યું હતું. જ્યારે કન્ટેનર સમુદ્રમાં તરી રહ્યા હતા. આ ઘટના અંગે કેટલાક મહત્ત્વના સવાલના કોઈ જવાબ સામે આવ્યા નથી.

જેમ કે, આ જહાંજ ક્યા દેશનું છે? કેટલા લોકો અંદર હતા? ક્રૂ સ્ટાફનું શું થયું? આ અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. ઈરાનના મીડિયા રિપોર્ટમાંથી એવી વિગત મળી છે કે, વિસ્ફોટકથી ભરેલી ટનલ સાથે જહાજ અથડાયું હતું. ઈરાને દાવો કર્યો હતો કે, આ જહાજ એવા રસ્તેથી પસાર થઈ રહ્યું હતું જે રસ્તો પ્રતિબંધિત છે. હોર્મુઝ પર સતત કંટ્રોલ રાખવા માટે વિસ્ફોટકથી ભરેલી ટનલ તૈયાર કરવામાં આવી હતી. 

યુરોપનો માલ એશિયા સુધી આવતો
આ રસ્તા પરથી પસાર થતા વિસ્ફોટક સાથે ટક્કર થતા જહાજમાં આગ લાગી હતી અને પછી તે ડૂબી ગયું હતું. એવી વિગત આવી છે. કંન્ટેનરમાં શું હતું, ક્યો સામાન હતો, આગ લાગ્યા બાદ લોકોને બચાવવા માટે કોઈ પ્રયાસ થયા કે નહીં એ અંગે કોઈ વાત સામે આવી નથી. વ્યાપાર માટે હોર્મુઝ સૌથી મોટો અને સંવેદનશીલ સમુદ્રી માર્ગ છે. જે એશિયાના દેશને યુરોપ સાથે જોડે છે. આ કારણે એશિયાથી રવાના થતો સામાન યુરોપની માર્કેટ સુધી પહોંચે છે અને યુરોપનો માલ એશિયા સુધી આવે છે.

ઈરાન અમેરિકા વચ્ચે થયેલા સંઘર્ષને કારણે આ રૂટ સૌથી વધારે પ્રભાવિત થયો હતો. આ કારણે અનેક દેશની સપ્લાય ચેઈન ખોરવાઈ હતી.  ઈરાન સતત એલર્ટ આપે છે કે, આ રસ્તાનો ઉપયોગ કરવો નહીં. પણ આ જહાજ કેવી રીતે અહીંયા સુધી આવી ચડ્યું એ અંગે કોઈ વિગત સામે આવી નથી. હવે હોર્મુઝમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.