Wed Oct 14 2026

Logo

દેશની તમામ સરકારી-ખાનગી મેડિકલ કોલેજોમાં પેશન્ટ સેફ્ટી કમિટી ફરજિયાત? NMCની નવી માર્ગદર્શિકા...

2026-10-14 22:50:05
Author: Mumbai Samachar Team
દેશની તમામ સરકારી-ખાનગી મેડિકલ કોલેજોમાં પેશન્ટ સેફ્ટી કમિટી ફરજિયાત? NMCની નવી માર્ગદર્શિકા...

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદઃ ભારતમાં તબીબી ક્ષતિઓ અને સારવાર દરમિયાન થતી ભૂલોને કારણે દર વર્ષે આશરે 52 લાખ જેટલી નાની-મોટી ઈજાઓ અથવા દુર્ઘટનાઓ સર્જાય છે. દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવી તબીબી ભૂલો અટકાવવાના હેતુથી નેશનલ મેડિકલ કમિશન (એન.એમ.સી) અને કેન્દ્રીય આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા અનુસાર દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો તેમજ તબીબી સંસ્થાઓમાં પેશન્ટ સેક્સી કમિટી-સેલ’ની રચના કરવી ફરજિયાત કરવામાં
આવી છે.

આ તમામ પ્રકારની કામગીરી થશે
આ સાથે જ, દરેક સંસ્થામાં સુપરિન્ટેન્ડેન્ટ અથવા ડિરેક્ટર કક્ષાના સિનિયર અધિકારીને પેશન્ટ સેફ્ટી નોડલ ઓફિસર' તરીકે નિયુક્ત કરવાના રહેશે. ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ ના અહેવાલ મુજબ, દેશમાં દવાની ભૂલો, ખોટા કે વિલંબિત નિદાન અને હોસ્પિટલમાંથી લાગતા ચેપ રોકી શકાય તેવી ક્ષતિઓ દૂર કરવી અત્યંત જરૂરી બન્યું છે. હાલ 11 મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

જેમાં દવાની સુરક્ષા,  સર્જિકલ સુરક્ષા, બ્લડ ટ્રાન્સફ્યુઝન, તબીબી ઉપકરણોની સુરક્ષા, લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક સુરક્ષાદ, ઈન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ., ઓપરેશનલ રિસર્ચ., દર્દી અને પરિવારની ભાગીદારી, રસી તથા ઇન્જેક્શન સુરક્ષા, હોસ્પિટલની કાયર અને બાયોમેડિકલ વેસ્ટ સેક્સી, આયુષ સુવિધાઓ કામગીરી અને સુધારાત્મક પદ્ધતિ અમલી બનાવી કરજિયાત કરવામાં આવી છે. સંસ્થાના વડાના અધ્યક્ષપણા હેઠળ રચાયેલી આ કમિટી માસિક કે ત્રિમાસિક ધોરણે નિયમિત બેઠકો યોજશે. 

દર્દીઓ માટે પ્રોટોકોલ લાગુ કરાશે
હોસ્પિટલમાં બનતી તબીબી ક્ષતિઓનું ‘રૂટ કોઝ એનાલિસિસ’ કરવામાં આવશે અને તે અંગે કરેલી સુધારાત્મક કાર્યવાહીનો રિપોર્ટ કેન્દ્ર સરકારના ‘નેશનલ પેશન્ટ સેફ્ટી સેક્રેટરીએટ'ને ઈમેઈલ દ્વારા મોકલવાનો રહેશે.આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલોમાં દર્દીઓ માટે ચોક્કસ પ્રોટોકોલ અને એસ.ઓ.પી.લાગુ કરવાનો છે. જેનાથી દર્દીઓનો બિનજરૂરી સારવાર ખર્ચ ઘટશે, સ્વાસ્થ્ય સુધારાના પરિણામો વધુ સારા મળશે અને સરકારી તેમજ ખાનગી આરોગ્ય સેવાઓમાં પ્રજાનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે. એન.એમ.સી ના સચિવ દ્વારા રાજ્યની તમામ મેડિકલ કોલેજોના ડીન અને પ્રિન્સિપાલોને આ આદેશનો તાત્કાલિક અમલ કરી વિગતો શેર કરવા કડક સૂચના આપવામાં આવી છે.