મુંબઈઃ ફિલ્મમેકર અને પ્રોડ્યુસર એકતા કપૂર એક યા બીજી રીતે સતત ચર્ચામાં રહે છે. ટીવીની દુનિયાની સાથે બોલીવુડની ફિલ્મોમાં પણ મેકરને એક માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો છે. એક ખાસ મુલાકાતમાં એકતાએ પોતાની આસ્થા સાથે જોડાયેલી એક વાત કહી હતી. ફિલ્મમેકરે કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં વેસ્ટર્ન રીતરિવાજથી જ લોકો ઈમ્પ્રેસ થાય છે પણ હિન્દુ રીત રિવાજને મજાક બનાવી દે છે. આખા બોલીવુડમાં એક પ્રકારનો હિન્દુ ફોબિયા છે. માત્ર તિલક લગાવવા ઉપર પણ લોકો અસહજ થઈ જાય છે. ધાર્મિક ઓળખને દિલ ખોલીને બતાવવી પણ એક મુશ્કેલી બની છે.
લોકો જ ભેદભાવ પર ઊતરી આવે છે
જ્યાં એકબાજુ લોકો હિન્દુ ધર્મ, દેવી-દેવતાની સ્ટોરી પર બનેલી ફિલ્મોની સ્ટોરી કરીને રાજ કરી રહ્યા છે એવામાં બોલિવૂડમાં અસલમાં આસ્થાને લઈ માહોલ હિન્દુફોબિયા જેવો છે. આ મુદ્દાના મૂળિયા ઊંડા થઈ રહ્યા છે, જે રીતે અહીંયા લોકોની સામે ભારતીય લોકકથા, સંસ્કૃતિ, શ્રદ્ધા કે આસ્થાની વાત સંબંધિત વસ્તુ સામે આવે છે તો લોકો ભેદભાવ કરે છે.
ફિલ્મોથી મળતા નંબર્સ એવા લોકોને ખૂબ ગમે છે. સારા લાગે છે પણ સૌથી જરૂરી વાત એ છે કે ફિલ્મ લોકકથા પર આધારિત હોય છે. સમાજમાં હિન્દુ ધર્મ, તેની માન્યતા, પૌરાણિક સ્ટોરી પર ચર્ચા કરવા પર અંદરખાને એક પ્રકારનો વિરોધ ઊઠી રહ્યો છે.
આવું જોવા પણ મળ્યું છે. લોકો એનિમેટેડ ફિલ્મનો સ્વીકાર કરી લે છે પણ લોકકથા તથા પૌરાણિક સ્ટોરી પર ચર્ચા કરવાની વાત આવે ત્યારે ખચકાટ અનુભવે છે. મને આ પ્રકારની પૌરાણિક કથા કે લોકકથા ફિલ્મના માધ્યમથી આગળ લાવવામાં કોઈ ખચકાટ નથી, કોઈ પરેશાની પણ નથી.
આવા વિષયો પર સ્વીકૃતિ વધી
મને એવું લાગે છે કે, આવા વિષયો પર લોકોની સ્વીકૃતિ ખરેખર વધી છે. બાળપણમાં જ્યારે હું તિલક લગાવીને જતી અને હાથમાં ધર્મનો દોરો પહેર્યો હોય તો લોકો અલગ સમજતા હતા. તિલક લગાવવા પર લોકો મજાક ઉડાવતા હતા. નાની ઉંમરથી જ ધાર્મિક આસ્થા અને ઓળખને દિલ ખોલીને વ્યક્ત કરવામાં મને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
હું તમને કહી નથી શકતી કે બોલિવૂડમાં આજે પણ પોતાની ધાર્મિક ઓળખને ખુલ્લીને વ્યક્ત કરવી અને તિલક લગાવવું કેટલું મુશ્કેલ ભર્યું છે. એકવાર મંદિરમાંથી ડાયરેક્ટ ક્લબમાં પહોંચી તો પણ કેટલાક લોકો જજ કરતા હતા. આસ્થા અને ભક્તિને કોઈ દિવસ મોર્ડન લાઈફસ્ટાઈલ સાથે જોડવા ન જોઈએ.
'ધ વન' ફિલ્મની વાત કરવામાં આવે તો દીપક કુમાર મિશ્રાએ ફિલ્મ તૈયાર કરી છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા લીડ રોલ પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મ એકતાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ બિહારના પાટનગર શહેર પટણાના બિહટા પાસે આવેલા વન દેવી માતાના મંદિર સાથે જોડાયેલી સ્ટોર પર છે.