Sun Oct 11 2026

Logo

ભારતનો શૂટર ઉધયવીર સિધુ વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ...

Cairo   2026-10-11 18:07:45
Author: Ajay Motiwala
ભારતનો શૂટર ઉધયવીર સિધુ વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ...

કૅરોઃ ઇજિપ્તના કૅરોમાં ભારતના 24 વર્ષીય નિશાનબાજ ઉધયવીર સિધુ (Udhayveer Sidhu)એ રવિવારે શૂટિંગના વર્લ્ડ કપમાં 10 મીટર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

તે 240.6ના સ્કોર સાથે ફાઇનલ જીતીને ચૅમ્પિયન બન્યો હતો. તેણે જર્મનીના ઑલિમ્પિક મેડલિસ્ટ ક્રિસ્ટિયન રિટ્ઝ (Reitz)ને નાટ્યાત્મક નિર્ણાયક મુકાબલામાં 0-5 પૉઇન્ટના તફાવતથી હરાવી દીધો હતો.

રિટ્ઝ 240.1ના સ્કોર સાથે બીજા નંબરે રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. ઇટલીનો પાઓલો મૉન્ના (219.8) બ્રૉન્ઝ જીત્યો હતો. ભારતનો ઑલિમ્પિક મેડલિસ્ટ સરબજોત સિંહ 574.00ના સ્કોર સાથે છેક 31મા સ્થાને રહ્યો હતો.

ઉધયવીર સિધુ પંજાબનો છે. તે 2018થી 2022 દરમ્યાન જુનિયર વર્લ્ડ કપ, જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપ, વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને એશિયન ચૅમ્પિયનશિપ સહિતની મોટી સ્પર્ધાઓમાં કુલ નવ ગોલ્ડ મેડલ જીત્યો હતો.