Sun Oct 11 2026

Logo

જાણો...કોણ છે જેક યાડેગારી, જેમણે 19 વર્ષની ઉંમરમાં વેચી બે કંપની, એકત્ર કર્યું એક કરોડ ડોલરનું ફંડિંગ...

New York City   2026-10-11 17:53:35
Author: Chandrakant Kanoja
જાણો...કોણ છે જેક યાડેગારી, જેમણે 19 વર્ષની ઉંમરમાં વેચી બે કંપની, એકત્ર કર્યું એક કરોડ ડોલરનું ફંડિંગ...

Zach Yadegari


ન્યુ યોર્ક: "મન હોય તો માળવે જવાય"ની કહેવતને અમેરિકાના19 વર્ષીય જેક યાડેગારીએ ચરિતાર્થ કરી છે. જેકને હાર્વડ,યેલ અને સ્ટેનફોર્ડ સહિતની 15  મુખ્ય યુનિવર્સિટીઓએ એક સમયે  પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેના દ્રઢ સંકલ્પના લીધે તેમના AI સ્ટાર્ટઅપ 'Persona' માટેએક કરોડ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે. તેમજ જેકે કેલરીની ગણતરી કરતી એપ 'Cal AI' ની સહ-સ્થાપના કરી હતી. આ એપ 'MyFitnessPal' ને વેચી દીધી હતી. પરંતુ તેમણે ખુલાસો કર્યો હતો કે આ સોદા પહેલાં એપ વાર્ષિક 30 મિલિયન ડોલર (આશરે ₹250 કરોડ) થી વધુની આવક ઊભી કરી રહી હતી.

જેક યાડેગારી ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના રહેવાસી

જેક યાડેગારી ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના રહેવાસી છે. તેમને બાળપણથી જ કમ્પ્યુટર અને ટેક્નોલોજીમાં રસ હતો અને તેમણે માત્ર સાત વર્ષની ઉંમરે પ્રોગ્રામિંગ શીખવાનું શરૂ કર્યું હતું. શાળામાં અભ્યાસ દરમિયાન જ જેકે  "ટોટલી સાયન્સ" નામની ગેમિંગ વેબસાઇટ બનાવી હતી. આ વેબસાઇટ વિદ્યાર્થીઓને એવી ગેમ્સ રમવાની સુવિધા આપતી હતી જે શાળાના નેટવર્ક પર સામાન્ય રીતે બ્લોક (પ્રતિબંધિત) કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે આ વેબસાઇટ આશરે 1,00, 000 ડોલરમાં વેચી દીધી હતી.

વર્ષ 2025 માં ચર્ચામાં આવ્યા

વર્ષ 2025 માં તેઓ ત્યારે ભારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમણે એપ્લાય કરેલી 18 માંથી 15 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ જેમાં હાર્વર્ડ, યેલ અને સ્ટેનફોર્ડ સામેલ હતા તેમને એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો.

Cal AI ની સફળતા જેક માટે એક મોટી સિદ્ધિ

જેની બાદ  માર્ચ 2026માં, MyFitnessPal દ્વારા Cal AI ના અધિગ્રહણની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ સોદાની નાણાકીય શરતો જાહેર કરવામાં આવી ન હતી. ટેકક્રંચના અહેવાલ મુજબ, આ એપને માત્ર બે વર્ષમાં 15 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી અને તે વાર્ષિક 30 મિલિયન ડોલરથી વધુની આવક ઊભી કરી રહી હતી. Cal AI ની સફળતા જેક માટે એક મોટી સિદ્ધિ હતી, જેણે સાબિત કર્યું કે યોગ્ય વિચાર અને સખત મહેનત દ્વારા  નાની ઉંમરે પણ એક નાનું સ્ટાર્ટઅપ મોટા વ્યવસાયમાં વિકસી શકે છે.

'Persona' નામના AI આસિસ્ટન્ટને વિકસાવવાનું શરૂ

તેમજ જૂનમાં થયેલા 'MyFitnessPal' સોદા બાદ, જેક યાડેગારીએ 'Persona' નામના AI આસિસ્ટન્ટને વિકસાવવાનું શરૂ કર્યું છે. જે લોકોને તેમના રોજિંદા કાર્યોનું સંચાલન કરવામાં મદદ કરે છે. કંપની ડિસેમ્બરમાં 179 ડોલરની કિંમતનું એક વિશિષ્ટ ઉપકરણ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તેને સતત સાંભળતા રહે તે રીતે બનાવવામાં આવ્યું નથી. તેના બદલે તેને બટન દબાવીને અથવા જેસ્ચર દ્વારા સક્રિય કરી શકાય છે.