થાણે: મનોરંજન ઉદ્યોગની મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવાના રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે ટીવી સિરિયલ અને વેબ સિરીઝમાં કામ કરનારી 35 વર્ષની અભિનેત્રીનો છુટકારો કરાવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.આ પ્રકરણે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેના પુરુષ સાથીદારની શોધ ચલાવાઇ રહી છે, એમ તેમણે કહ્યું હતું.
બિનસરકારી સંસ્થા પાસેથી સેક્સ રેકેટ અંગે માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે ખાતરી કરવા માટે બોગસ ગ્રાહક તૈયાર કરી તેને 8 ઑક્ટોબરે મીરા-ભાયંદર રોડ પર આવેલી હોટેલમાં મોકલ્યો હતો. પોલીસ ટીમે ત્યાર બાદ હોટેલમાં રેઇડ પાડી હતી.
હોટેલમાં રેઇડ દરમિયાન પોલીસે તબસ્સુમ ઉર્ફે સોનિયા ઉસ્માન કુરેશી (39) નામની મહિલાને તાબામાં લીધી હતી, જે મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવા માટે રૂપિયા લેતી હતી.
પોલીસ ટીમે હિન્દી સિરિયલ અને વેબ સિરીઝમાં કામ કરતી અભિનેત્રીનો છુટકારો કરાવ્યો હતો અને તેને બાદમાં રેસ્કયુ ફાઉન્ડેશન ખાતે મોકલવામાં આવી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તબસ્સુમ કુરેશી તેના પુરુષ સાથીદાર સાથે મળી મનોરંજન ઉદ્યોગની, ખાસ કરીને ટીવી સિરિયલ, વેબ સિરીઝ અને ફોટો શૂટમાં કામ કરનારી મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલતી હતી.
છત્તીસગઢના સરગુજા જિલ્લાની વતની તબસ્સુમ કુરેશી હાલ જોગેશ્ર્વરી વિસ્તારમાં રહેતી હતી. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)
AI (પ્રતીકાત્મક તસવીર)