Sun Oct 11 2026

Logo

સ્કૂલના સ્થાપકે કર્યું વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ: તપાસ માટે એસઆઇટીની રચના કરાઇ...

2026-10-11 16:28:27
Author: Yogesh D. Patel
સ્કૂલના સ્થાપકે કર્યું વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ: તપાસ માટે એસઆઇટીની રચના કરાઇ...

પ્રતીકાત્મક તસવીર


લાતુર: લાતુરમાં ખાનગી સ્કૂલના સ્થાપક દ્વારા સગીર વિદ્યાર્થિનીઓના જાતીય શોષણના કેસની તપાસ માટે પોલીસે એક મહિલા આઇપીએસ ઓફિસરના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી છે.એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કેસની ગંભીરતા અને વ્યાપને ધ્યાનમાં રાખીને લાતુરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અમોલ તાંબેએ લાતુર ગ્રામીણ સબડિવિઝનમાં ફરજ બજાવતાં આઇપીએસ ઓફિસર મેઘના આઇએનના નેતૃત્વ હેઠળ એસઆઇટીની રચના કરી છે.

આ સપ્તાહની શરૂઆતમાં રપોલીસે આદર્શ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક બશીર ઉસ્માન શેખ (54) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.એસઆઇટીમાં આર્થિક ગુના શાખાના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ભાગીરથી પવાર, શિવાજી નગર પોલીસ સ્ટેશનનાં આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સુચિતા શિંગાડેનો પણ સમાવેશ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ટીમને એ તપાસ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે કે શું અન્ય વિદ્યાર્થિનીઓ કે વ્યક્તિઓ આ ઘટનાનો શિકાર બની છે અથવા તેમની પાસે કેસની લગતી કોઇ માહિતી છે કે કેમ.
પોલીસે આરોપી શેખ દ્વારા જાતીય શોષણનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓને નિર્ભયપણે આગળ આવીને ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે. તેમની ઓળખ છતી ન થાય તેની ખાતરી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે. (પીટીઆઇ)