Sun Oct 11 2026

Logo

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026! 44 બેઠકો માટે મતદાન શરૂ, 2.59 લાખ મતદારો 130 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે

2026-10-11 11:46:00
Author: Vimal Prajapati
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026! 44 બેઠકો માટે મતદાન શરૂ, 2.59 લાખ મતદારો 130 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે આજે સવારે 7:00 વાગ્યા મતદાન શરૂ થયું છે. સાંજે સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ગાંધીનગર મનપાની આ ચૂંટણીમાં 1,32,457 પુરુષ અને 1,27,314 મહિલા મતદારો સહિત કુલ કુલ 2,59,780 મતદારો મતદાન કરવાના છે. આ મતદારો મતદાન કરીને કુલ 130 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.

90 મથકો સંવેદનશીલ પણ જાહેર કરવામાં આવ્યાં

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે 11 વોર્ડની કુલ 44 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે 295 બૂથ તૈયાર કરવામાં આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વોર્ડ-2માં 14, વોર્ડ-4માં 13, વોર્ડ-7માં 12, વોર્ડ-10માં 10, વોર્ડ-1માં 8, વોર્ડ-3માં 4, વોર્ડ-5માં 8, વોર્ડ-6માં 8 અને વોર્ડ-11માં 5 મથકો સહિત કુલ 90 મથકો સંવેદનશીલ પણ જાહેર કરવામાં આવ્યાં છે. આ ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રૂપે પૂર્ણ થાય તે માટે 5 ચૂંટણી અધિકારી, 5 મદદનીશ ચૂંટણી અધિકારી અને 1700 પોલિંગ સ્ટાફ મતદાન મથકે તૈનાત કરવામાં આવ્યો છે. આ સાથે લોકોને પણ શાંતિપૂર્ણ રીતે મતદાન કરવામાં માટે અપીલ કરવામાં આવી છે.  ઈવીએમ પ્રક્રિયા માટે તંત્ર દ્વારા 730 BU અને 364 CU મશીનોની ફાળવવામાં આવ્યાં છે. 

ભાજપ અને કોંગ્રેસના 44-44 અને આમ આદમી પાર્ટીના 31 ઉમેદવારો મેદાને 

અત્રે ઉલ્લેખનીય છે, ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ભાજપ 44 ઉમેદવારો, કોંગ્રેસના 44 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 31 ઉમેદવારો સહિત કુલ 130 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણી માટે 2 સપ્ટેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી અને 14 સપ્ટેમ્બરે આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે  1130 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ દરમિયાન જિલ્લા પોલીસ વડાના સુપરવિઝનમાં 6 DySP, 15 PI, 40 PSI, 580 પોલીસ જવાનો, 350 હોમગાર્ડ અને SRPની 3 પ્લાટુન ફરજ બજાવશે તેવું જાણવા મળ્યું છે. 

આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ ગેરરીતિ કે વિવાદ ના સર્જા તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આગામી 13 ઓક્ટોબરે મતગણતરીના દિવસે આ કંટ્રોલરૂમ ચાલુ રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. મહાનગરપાલિકની આ ચૂંટણી દરમિયાન કોઈ નાગરિકને સમસ્યા હોય અથવા તે કોઈ રજૂઆત તે માટે કંટ્રોલ રૂમ નંબર 07923259035 પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.