Sat Oct 10 2026

Logo

અમેરિકાના પેંસિલ્વેનિયા શહેરમાં ફાયરિંગ, બાળકો સહિત 9 વ્યક્તિઓના મોત...

Pennsylvania   2026-10-10 22:01:15
Author: Mumbai Samachar Team
અમેરિકાના પેંસિલ્વેનિયા શહેરમાં ફાયરિંગ, બાળકો સહિત 9 વ્યક્તિઓના મોત...

WABC-TV


પેંસિલ્વેનિયાઃ અમેરિકાના મહાનગર પેંસિલ્વેનિયામાં શુક્રવારે સાંજે અચાનક ફાયરિંગથી અફરાતફરી મચી ગઈ છે. આ ફાયરિંગની ઘટનામાં 9 બાળકોના મૃત્યુ થયા છે. અમેરિકાના મહાનગર પેંસિલ્વેનિયાની પોલિસના રિપોર્ટ અનુસાર શંકાસ્પદ હુમલો કરનાર પણ મૃત્યુ પામ્યો છે. એક એવી આશંકા સેવાઈ રહી છે કે, તેણે ફાયરિંગ કરીને પોતાની જાતને ગોળી મારી દીધી હતી.શહેરના પેરી સ્ટ્રીટ પર આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. 

ઘરમાં ફાયરિંગ
અમેરિકાના મીડિયા રિપોર્ટ અનુસાર, માસ શુટિંગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. 24 સપ્ટેમ્બરથી લઈઆ ઘટના સુધી કુલ 343 ઘટનાઓ બની છે. આ ઘટનામાં કુલ મૃત્યુઆંકક 320થી પણ વધી ગયો છે. તા.9 ઑક્ટોબરની સાંજે આશરે 5 વાગ્યે પોલીસને એક ઈનપુટ મળ્યું હતું. જેમાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું હતું.  સમગ્ર ઘટનાના સાક્ષીએ જણાવ્યું હતું કે, પહેલા આ વ્યક્તિએ પોતાના ઘરની બાહર ફાયરિંગ કર્યું અને પછી તે ફટાફટ અંદર ઘુસી ગયો હતો. પોલીસ જ્યારે એના ઘર સુધી પહોંચી ત્યારે રસ્તા પર બે મહિલાના મૃતદેહ મળ્યા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે, આ મહિલામાંથી એક મહિલા ગર્ભવતી હતી.આ પછી પોલીસ અને કમાંડોની ટીમે ઘરેને ઘેરી લીધું હતું. આ દરમિયાન પણ ઘરમાં ફાયરિંગ થયું હોવાનો અવાજ સંભળાયો હતો.

CBS News

સાત મૃતદેહ મળ્યા
જ્યારે પુરતી ટીમ સાથે પોલીસ અંદર ગઈ તો ત્યાં સાત બીજા મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જેને ફાયરિંગ કર્યું  એ પણ ઘરમાં અંદર મૃત અવસ્થામાં પડ્યો હતો. પોલી આ સમગ્ર કેસની તપાસ કરી કરી રહી છે. આરોપી કોણ છે એની ઓળખ મળી નથી. પોલીસ તપાસ કરી રહી છે. ગોળીબાર શા માટે કરવામાં આવ્યો એ અંગે પણ પોલીસે ખાસ કોઈ વિગત શૅર કરી નથી. આ પાછળનું કોઈ કારણ પણ સામે આવ્યું નથી. પોલીસે આ કેસમાં ખાસ કોઈ જ પ્રકારની વિગત શેર કરી નથી. 

ફાયરિંગની ઘટનાઓ પર એક નજર
1 માર્ચ – ટેક્સાસ: ઓસ્ટિનમાં એક બારની બહાર ગોળીબારની ઘટના બની. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં અને 14 લોકો ઘાયલ.
19 એપ્રિલ – લ્યુઇસિયાના: એક વ્યક્તિએ બે ઘરોમાં ગોળીબાર કર્યો, જેમાં આઠ બાળકોનાં મોત થયાં. બાદમાં પોલીસ સાથેના સંઘર્ષ દરમિયાન તે વ્યક્તિનું પણ મૃત્યુ થયું.
23ઓગસ્ટ – મોન્ટાના: જ્યારે એક પરિવાર રવિવારનું ભોજન લઈ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ ગોળીબાર કર્યો. આમાં ચાર બાળકો સહિત પરિવારના આઠ સભ્યો માર્યા ગયા. ત્યારબાદ ઘરમાં આગ લાગી અને હુમલાખોરનું પણ મૃત્યુ થયું.
4 ઓક્ટોબર – જ્યોર્જિયા: એક પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોનાં મોત થયાં અને આશરે 35 લોકો ઘાયલ.